નાયલોન ખમણ બનાવવાની પરફેક્ટ રીત | Kkhaman Dhokla Banavani Rit | Nylon Khaman

આજે હું તમને બજાર જેવા સોફ્ટ નાયલોન ખમણ ઘરે બનાવવાની રીત જણાવવાની છું તો હવે તમારે બહાર થી ખમણ લાવવાની જરૂર નહી પડે અને રવિવારના નાસ્તા માં તમે જાતે જ સરસ ખમણ ઘરે બનાવી શકશો તો ચાલો એને બનાવવની સરળ રીત પણ જોઈ લઈએ

સામગ્રી :

  1. ૨ કપ – બેસન
  2. ૧ નાની ચમચી – લીંબુ ના ફૂલ
  3. ૧ નાની ચમચી – સોડા
  4. ૧ નાની ચમચી – મીઠું
  5. ૩૦૦ મિલી – પાણી

વઘાર માટે :

  1. ૧૦૦ મિલી – પાણી
  2. ૧ નાની ચમચી – રાઈ
  3. ચપટી જીરું
  4. સમારેલા મરચા
  5. લીમડો
  6. ૪ મોટી ચમચી – તેલ
  7. ૫ મોટી ચમચી – ખાંડ
  8. મીઠી સ્વાદ પ્રમાણે
  9. સમારેલી કોથમીર

રીત :

1)એક વાસણ માં બેસન ,લીંબુના ફૂલ ,મીઠું અને પાણી સરસ રીતે મિક્ષ કરી લો (બેસનને ચાળીને જ લેવું )

2) લીંબુના ફૂલ ઓગળી જાય એ પછી એમાં સોડા એડ કરી એક જ સાઈડ હલાવવું

3) હવે ખીરા ને તેલ થી ગ્રીસ કરેલા વાસણમાં ઉમેરી દો (મેં ઢોકળીયા માં પાણી ની સાથે જ આ મોલ્ડ ગરમ થવા મુક્યું હતું )

4) એને મીડીયમ ગેસ પર ૨૦ મિનીટ માટે બાફી લો

5) ખમણ બફાઈને તૈયાર છે બહાર લઈ લો

6) ૫ મિનીટ પછી એને કટ કરો

7) એનો વઘાર કરવા તેલ ગરમ કરવા મૂકી તે ગરમ થાય એટલે તેમાં રાઈ ,જીરું,મરચા અને લીમડો ઉમેરો

8) મરચા તળાય જાય એટલે એમાં પાણી ,ખાંડ અને મીઠું એડ કરી ૨-૩ મિનીટ ઉકાળી લો

9) તૈયાર વઘારને કટ કરેલા ખમણ પર પાથરી દો અને કોથમીર એડ કરો

10) ગરમા ગરમ નાયલોન ખમણ સર્વિંગ માટે તૈયાર છે ખમણ ને કઢી સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગશે

નોંધ :

પાણી ઉકાળવાનું શરુ થાય એ પછી સોડા એડ કરવો અને ખીરાને તરત ગ્રીસ કરેલા વાસણ માં ઉમેરી સ્ટીમ થવા મુકો ,જીરું ના એડ કરવું હોય તો ચાલે .

Watch This Recipe on Video