આજેઆપણે બનાવિશુ સુખડી જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે અને સાથે તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે, જેનો ટેસ્ટ પણ મહુડી ની સુખડી ખાતા હોઈએ તેવો જ આવે છે.અત્યારે આપડે જે માપ લઈશું તે ૬-૭ વ્યક્તિને તમે સર્વ કરી શકશો.
સામગ્રી :
- પોણો(૩/૪) કપ થીજેલું ઘી
- પોણો(૩/૪) કપ સમારેલો ગોળ
- ૧ કપ ઘઉં નો ઝીણો લોટ (જે રોટલી માટે વાપરીએ તે)

રીત :
1) સૌથી પહેલા નોન સ્ટીક ની કે કોઈ જાડા તળિયા વાળી કડાઈ માં ઘી ગરમ કરવા મુકો

2) ઘી ગરમ થાય એટલે લોટ ઉમેરો અને લોટ ને ધીમા થી મધ્યમ આંચ પર સેકી લો, લોટ શેકવા માં બિલકુલ પણ ઉતાવળ ના કરવી કેમકે સુખડી નો પૂરો ટેસ્ટ તમે જે લોટ સેકો તેના ઉપર જ હોય છે

3) લોટ બદામી કલર નો થાય એટલે ગેસ ધીમો કરી દેવો
4) હવે તેમાં સમારેલો ગોળ ઉમેરો અને તેને સરસ રીતે મિક્ષ કરી દો

5) આ બધું એકરસ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો

6) ઘી લગાવેલી સ્ટીલ ની થાળી માં આ મિશ્રણ ને કાઢી લો

7) હવે તેને સરખી રોતે પાથરી દો

8) હવે એક વાટકી ની પાછળ સહેજ ઘી લગાવી તે વાટકી ની મદદ થી સુખડી ને સરસ લીસી કરી દો

9) આ થોડું ગરમ હોય ત્યારેજ આપડે તેમાં કાપા પડી દેવાના

10) ૧૦-૧૫ મિનીટ પછી તેને સર્વ કરી શકો છો
