શીતળા સાતમ રેસીપી બાજરી ના વડા | Gujarati Recipes Bajri na Vada

આજે આપણે બનાવીશું બાજરી ના વડા.બાજરી માં આયર્ન સારા પ્રમાણ માં હોય છે અને વડા ને સવારે કે સાંજના નાસ્તામાં સર્વ કરી શકીએ છે સાથે જ ટ્રાવેલીંગ માં આવી રેસીપી ખૂબ જ ઉપયોગી રહે છે

સામગ્રી :

  1. ૨ કપ – બાજરી નો લોટ
  2. ૧/૨ કપ – દહીં
  3. ૧ મોટી ચમચી – તેલ
  4. ૧ ચમચી – વાટેલા મરચાં (લસણવાટીને નાખવું હોય તો ૧ ચમચી નાખવું )
  5. ૧ ચમચી – લાલ મરચું
  6. ૧ ચમચી – તલ
  7. ૨ ચમચી – ખાંડ
  8. ૧/૪ ચમચી – અજમો
  9. ૧/૪ ચમચી – ગરમ મસાલો
  10. ૧ ચમચી – બેસન
  11. ૧ નાની ચમચી – હળદર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ચપટી સોડા
  14. ૧ચમચી – ગળ્યાંઅથાણાંનોરસો
  15. પાણી જરૂર પ્રમાણે

રીત :

1) લોટમાંબધી વસ્તુ અને દહીં નાખી મિક્ષ કરી લો

2) હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈ પરોઠા જેવો લોટ બાંધો

3) તેને ઢાંકીને ૧૦ મિનીટ રહેવા દો,પછી ફરી મસળી લો

4) હાથ પર તેલ લગાવી હાથથી થેપીને નાના વડા બનાવો

5) તેને તળવા તેલ ગરમ મૂકી દો

6) વડાને મીડીયમ ગેસ પર ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લઈશું

7) હવે વડા તૈયાર છે વડાને દહીં સાથે સર્વ કરીશું

Watch This Recipe on Video