હોમમેડ સેવઉસળ મસાલો | How to Make Sev Usal Masala at Home

આજે આપણે બનાવીશું સેવ ઉસળ મસાલો ,આ મસાલો ઘરે બનાવો ખૂબ જ સરળ છે જનરલી ઘણાં આ મસાલો તૈયાર લાવતાં હોય છે પણ હવે તમારે માર્કેટ માંથી સેવ ઉસળ મસાલો લાવવો નહી પડે અને જે બહાર રહેતા હોય તો ત્યાં આવા મસાલા મળતા નથી તો તેમના માટે આવા મસાલા ખૂબ જ ઉપયોગી રહે છે સાથે સાથે ઘર નાં મસાલા ચોખ્ખા અને માર્કેટ કરતાં ઓછા ભાવ માં ઘરે તૈયાર થાય છે,તો તમે પણ જરૂર ઘરે બનાવજો.

સામગ્રી :

  1. ૨ ચમચી – સૂકા ધાણા
  2. ૨ – તમાલપત્ર
  3. ૧ ચમચી – લવિંગ
  4. ૧ – સ્ટાર વરીયાળી
  5. ૧ ચમચી – મરી
  6. ૧ ચમચી – વરીયાળી
  7. ૪-૫ – સૂકા લાલ મરચાં
  8. ૧ મોટી ચમચી – કાશ્મીરી લાલ મરચું
  9. ૧ નાની ચમચી – આમચૂર પાવડર
  10. ૧/૪ ચમચી – હળદર
  11. ૨ નાના ટુકડા – તજ
  12. થોડું મીઠુ
  13. ૧ ચમચીચીલી ફ્લેક્ષ

રીત :

1) સૌથી પહેલા બધાં ખડા મસાલા ને શેકી લેવાં,મરચાં અને તમાલપત્ર ના ટૂકડા કરી લઈશું

2) આ મસાલા ને લગભગ ૪-૫ મિનીટ કે ધાણા નો કલર થોડો બદલાય અને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકવું

3) હવે એને ઠંડુ થવા દો

4) મિક્સર ના નાના જાર માં એડ કરો અને એનો પાવડર બનાવી લો

5) એને ચાળી લો

6) મસાલા ને એક વાટકા માં લઈ તેમાં લાલ મરચું ,મીઠું,હળદર,આમચૂર પાવડર અને મીઠું મિક્ષ કરી લો

7) મસાલા ને તમે ડબ્બા માં ભરીને ફ્રિજ માં ૪-૫ મહિના સુધી સાચવી શકો છો

નોધ :

ખડા મસાલા નો કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવા જરૂરી છે ,તમે જો રેગ્યુલર મસાલો(ડુંગળી અને લસણવાળો)બનાવવાં માંગતા હોવ તો માર્કેટમાં લસણ ડુંગળી ના ડ્રાય પાવડર મળે છે એ એડ કરી શકાય

Watch This Recipe on Video