પાણીપુરી લગભગ દરેક ને ખુબજ જ પસંદ હોય છે એમાંય શિયાળાની ઠંડી માં ગરમા ગરમ રગડા વાળી પાણીપુરી ખાવાની તો મજાજ કઈક અલગ હોય ,તો આજે આપણે ઘરેસ્વાદિષ્ટ રગડો કેવી રીતે બનાવવો તે જોઈશું
સામગ્રી :
- ૨ ક્પ – બાફેલા બટાકા
- ૧કપ – બાફેલા સફેદ વટાણા
- ૧ ચમચી – લીલી પેસ્ટ
- ૧ ચમચી – લાલ પેસ્ટ
- ૧/૨ ચમચી – પાણીપુરી મસાલો
- ૧ નાની ચમચી – સંચળ
- ૧ નાની ચમચી – હળદર
- મીઠું
- પાણી
- કોથમીર
લાલપેસ્ટ ની સામગ્રી :
- ૧૨-૧૫ – સૂકા લાલ મરચાં
- ૨ચમચી – સીંગદાણા
- ૧ નાની ચમચી – ધાણાજીરું
- ૨ મોટી ચમચી – લાલ મરચું
- મીઠું
- પાણી
મરચાં અને સીંગદાણાને થોડી વાર નવશેકા પાણીમાં પલાળી દેવા પછી તેનું પાણી નિતારી બધું મિક્ષ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરી સરસ પેસ્ટ બનાવવી
લીલી પેસ્ટ ની સામગ્રી :
- ૧/૨ કપ – કોથમીર
- ૨ ચમચી – ફુદીનો
- ૨ ચમચી – કોથમીર ની ડાળી
- ૩-૪ – લીલા મરચા
- ૧/૨ નાની ચમચી – જીરું
- ૧/૮ નાની ચમચી – લીંબુ ના ફૂલ
- મીઠું
- પાણી
મિક્ષરના જારમાં પહેલા બધું મિક્ષ કરી પાણી વગર ક્રશ કરો પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ તેની સરસ પેસ્ટ બનાવી લો
રીત :
1) એક કડાઈ માં બાફેલા વટાણા અને બટાકા લઈ તેમાં પાણી ઉમેરી ગરમ કરવા મુકીશું

2) તેમાં હળદર ,મીઠું,સંચળ,પાણીપુરી મસાલો અને બંને પેસ્ટ ઉમેરી દઈશું

3) એને મિક્ષ કરી ૪-૫ મિનીટ ગરમ કરી લો,જરૂર લાગે એ પ્રમાણે બીજું થોડું પાણી એડ કરવું

4) સમારેલી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો

5) ગરમા ગરમ રગડો સર્વ કરવા માટે તૈયાર છે

નોંધ :
રગડો બનાવવા સૂકા સફેદ વટાણા જ વાપરવા ,લીલા વટાણા નો ટેસ્ટ બહાર જેવો નહી આવે ,રગડો હંમેશા ગરમ સર્વ કરવો તો જ એ ટેસ્ટી લાગે