મેથી રીંગણ નું શાક બનાવવા ની રીત | Gujarati Methi Ringan nu Shak

આજે આપણે ગુજરાતી style થી મેથી રીંગણ નું શાક કેવી રીતે બનાવવું તે જોઈશું,શિયાળા માં મેથી બને તેટલી ખાવી જોઈએ ભાજી માં ફાઈબર ભરપૂર પ્રમાણ માં હોય છે ,આ શાક બાજરી ના રોટલા ની સાથે ખૂબ જ સરસ લાગે છે તો એને કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ .

સામગ્રી :

૫૦૦ ગ્રામ  – ઝીણી સમારેલી મેથી ની ભાજી

૨૫૦ ગ્રામ  – સમારેલા રીંગણ

૩ ચમચી  – તેલ

૧-૧/૨ ચમચી  – અજમો

૧ ચમચી  – હળદર

૧ચમચી- હિંગ

૩/૪ (પોણી )ચમચી – ધાણાજીરું

૨ મોટી ચમચી – લાલ મરચું

૨ ચમચી – ખાંડ(સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય)

સ્વાદ પ્રમાણે મીઠું

૬-૭ કળી સૂકું લસણ (જોખાતા હોવ તો)

રીત :

1) સૌથીપહેલા મેથી ને ધોઇને કાનાવાળા વાસણ માં કાઢી લો અને રીંગણ ને નાના સમારી લો

2) કડાઈ માં તેલ ગરમ કરવા મુકો

3) ગરમ થાય એટલે અજમો (હાથ થી મસળી ને ),હિંગ અને હળદર ઉમેરો

4) સમારેલા રીંગણ ઉમેરી દો અને મીઠું ઉમેરી મિક્ષ કરી લો

5) શાક માં પાણી નથી નાખવાનું તેને ઢાંકી ને ચઢવા દો અને ૨-૩ મીનીટે અને હલાવતા રહો

6) રીંગણ ચઢી જાય એટલે થોડા મેસ કરી મેથી ઉમેરી ઢાંકી દો તરત હલાવવાની નથી

7) ૨  મિનીટ ચઢે એટલે એમાંથી પાણી છૂટવા લાગે હવે એનેમિક્ષ કરી લો

8) હવે બાકીના મસાલા મરચું અને ધાણાજીરુંઉમેરી દો અને મિક્ષ કરી લો

9) ૨ મિનીટ ઢાંકીને ચઢવા દો

10) હવે ખાંડ ઉમેરો અને ગેસ ફાસ્ટ કરી એને સરસ મિક્ષ લો

11) હવે એને ઢાંકવાની જરૂર નથી એને ખૂલ્લું જ ચઢવા દો ,દર ૨-૩ મીનીટે હલાવતા રહેવું

12) શાક માં તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી એને ૧૦ મિનીટ સીઝવા દો પછી એને સર્વ કરો

13) મેથી રીંગણ ના શાક ને બાજરી ના રોટલા ,મૂળા, લીલી હળદર, ગોળ અને છાશ ની સાથે સર્વ કરો,આ રીત નું કાઠીયાવાડી મેનુ જમવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો

નોધ :

મેથીઅને રીંગણ બંને  ઝીણુ  સમારશો તો એ શાક માં સરસ મિક્ષ થઈ જશે ,રીંગણ ચરખા ના હોવા જોઈએ ,જો લસણ નાખતા હોવ તો ખાંડ ના નાખો કે ઓછી નાખો તો ચાલે

Watch This Recipe on Video