ધરે સરસ સોફ્ટ પનીર બનાવવાની રીત | Soft Paneer | Paneer Banavani Rit | Homemade Paneer

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું પનીર. જેવું માર્કેટ માં મળે છે તેના થી પણ સારું પનીર આપણે ઘરે બનાવીને ઉપયોગ માં લઇ શકીએ છીએ. તો ચાલો તેને ઘરે કેવી રીતે બનાવવું તે જોઈએ લઈએ

સામગ્રી :

  1. ૧ લીટર દૂધ ફૂલ ફેટ વાળું
  2. ૨ ચમચી લીંબુ નો રસ
  3. ૫૦૦ થી ૬૦૦ મિલી ગ્રામ ઠંડુ પાણી

રીત :

1) સૌથી પહેલા સ્ટીલ ના વાસણ માં નીચે થોડું પાણી નાખી દૂધ ને ગરમ કરવા મુકો

2) ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દૂધ ને એક વાર હલાવી લો

3) ઉભરો બેસી જાય એટલે લીંબુ નો રસ નાખી રહવા દો તરત હલાવવું નહી

4) ૨-૩ મિનીટ પછી ધીમે ધીમે દૂધ ને હલાવો

5) પાણી અને પનીર આ રીતે અલગ થઇ જશે

6) હવેઆનેકાણાવાળા વાસણ માં કોટન નું કપડું પાથરી કાઢી લો

7) ફ્રીઝ ના ઠંડા પાણી થી આનેધોઈ લો જેથી લીંબુ ની ખટાસ જતી રહે

8) હાથ થી દબાઈ ને નિકળે એટલું પાણી કાઢી લો

9) આ પાણી ને તમે સૂપ,ગ્રેવી કે લોટ બાંધવા માં વાપરી શકો છો

10) હવે આને સરખા ગોળ કે ચોરસ આકાર માં પાથરી લો

11) તેના ઉપર વજન મૂકી ૧ કલાક રહેવા દો

12) ૧ કલાક પછી પનીર આ રીતે તૈયાર થઇ જશે

13) હવે પનીર ને કટ કરી લો

14) પનીર ને તમે ડબ્બા માં ભરી ને ફ્રીઝરમાં૧૦-૧૫ દિવસ સાચવી શકો છો

Watch This Recipe on Video