હેલ્ધિ ડ્રાયફ્રૂટ લાડૂ બનાવવાની રીત / Healthy Dry Fruit Ladu

આજેઆપણે બનાવીશું શિયાળા માટે અને બાળકો માટે ખૂબ જ હેલ્દી એવા ડ્રાય ફ્રુટ લાડુ, આ લાડુ બનાવવા માં આપણે ઘી ,ખાંડ કે ગોળ કશાનો  જ ઉપયોગ નથી કરવાના એટલે આનો જે પણ ટેસ્ટ મળશે તે નેચરલ રહે છે અને આ ફક્ત ૫-૭ મિનીટ માં તૈયાર થઈ જાય ખજૂર અને અને સૂકામેવા શિયાળામાં તો ખાવા જ જોઈએ પણ તે સિવાય પણ જો તમે આવા લાડુ રૂટીન માં પણ રોજ ૧ લાડુ ખાવ તો હેલ્થ માટે ખૂબ જ સારા રહે છે અને જો વજન ઉતારવા માંગતા હોવ તો એ સમયે પણ જો આવો એકાદ લાડુ ખાવ તો ઇન્સ્ટન્ટ એનર્જી પણ મળી જાય છે

સામગ્રી :

  1. ૨૦૦ ગ્રામ ખજુર
  2. ૪૦૦ ગ્રામ મિક્ષ ડ્રાય ફ્રુટ (કાજુ, બાદમ,પીસ્તા, અખરોટ,ખારેક સુકી દ્રાક્ષ 
  3. ૨ મોટી ચમચી મિલ્ક પાવડર
  4. અડધી ચમચી ખસખસ
  5. અડધી નાની ચમચી ઈલાઈચી અને જાયફળ નો પાવડર

રીત :

1) સૌથી પહેલા મિક્ષર ના નાના જાર માં અખરોટ ,ખારેક થોડા કાજુ ,બદામ અને પીસ્તા ઉમેરીક્રશ કરી લઈશું

2) સૂકી દ્રાક્ષ ને સમારી લો

3) બાકીના કાજુ ,બદામ અને પીસ્તા ની સ્લાઈસ કરી લો

4) ડ્રાય ફ્રુટ ની સ્લાઈસ ને ૧ મિનીટ શેકી લો

5) હવે ખજુર ને સોફ્ટ થાય ત્યાં સુધી ૩-૪ મિનીટ શેકી લો

6) હવે ૧ મોટા વાસણ માં શેકેલી ખજુર ક્રશ કરેલા અને શેકેલા ડ્રાય ફ્રુટ અને બાકીની વસ્તુ ઉમેરી મિક્ષ કરી લો

7) હવે તેમાંથી લાડુ બનાવો (જો તમારે મોલ્ડ થી કોઈ શેપ આપવો હોય તો પણ આપી શકાય )

8) હવે ડ્રાય ફ્રુટ લાડુ તૈયાર છે

Watch This Recipe on Video