હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક ફેમસ ગુજરાતી રેસીપી “ ઊંધિયું “ આ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને આમાં બધા દાણા અને ઘણા બધા શાકનું કોમ્બીનેશન હોય છે તો જેને બધા શાક નથી ભાવતા એને પણ આ ભાવી જાય એવું બને છે કેમકે આનો ટેસ્ટ એકદમ સરસ તીખો , મીઠો અને ખાટો એવા કોમ્બિનેશન વાળો હોય છે, આને તમે પરોઠા કે પુરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો આ શાક ગરમ તો સરસ લાગે જ છે પણ ઠંડુ થયા પછી પણ ખુબજ સરસ લાગતું હોય છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.
સામગ્રી :
- ૧૦૦ ગ્રામ – બટાકા
- ૧૦૦ ગ્રામ – સૂરણ
- ૧૦૦ ગ્રામ – શક્કરીયા
- ૫૦ ગ્રામ – રતાળુ
- ૨૫૦-૩૦૦ ગ્રામ – મીક્સ શાક(પાપડી,વાલોળ,ફણસી,ગવાર)
- ૧૦૦ ગ્રામ – રીંગણ
- ૧૦૦ ગ્રામ – રવૈયા
- ૫૦ ગ્રામ – મોળા મરચા
- ૧૦૦ ગ્રામ – કોથમીર
- ૧૦-૧૫ – લીલા મરચા
- નાનો ટુકડો આદું
- ૧૦૦ ગ્રામ – લીલું લસણ (જો ખાતા હોવ તો )
- ૪૦૦ ગ્રામ –મીક્સ દાણા(તુવેર,વટાણા,પાપડી ના દાણા)
- ૧૫૦ ગ્રામ – ટામેટા
- ૧/૨ કપ – તેલ
- ૧ ચમચી રાઈ
- ૧/૪ ચમચી – જીરું
- ૧/૪ ચમચી – અજમો
- ૧ – તમાલપત્ર
- ૧ – સૂકું લાલ મરચું
- ૧ચમચી – હિંગ
- ૨ ચમચી – હળદર
- ૨-૧/૨ ચમચી– લાલ મરચું
- ૨ ચમચી– ધાણા જીરું
- ૨ નાની ચમચી – ગરમ મસાલો
- ૨ ચમચી– ખાંડ(ઘર ના સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય )
- મીઠું સ્વાદ પ્રમાણે
- સમારેલી કોથમીર
- ૮-૧૦ – મેથી ના મુઠીયા
- ૧/૨-૧ કપ – પાણી
રીત :
1) સૌથી પહેલા એક વાસણ માં બધા કંદમૂળ કાપી લો (રતાળુ,સૂરણ,શક્કરીયા અને બટાકા ને છાલ સાથે કાપી લો,તેમાં જ રીંગણ ને નાના નાના સમારી લેવાના

2) બધા લીલા શાક ઝીણા સમારીને લેવા (જે શાક ઓછુ વધતું કે ના લેવું હોય તો પણ ચાલે )

3) દાણા ને સાફ કરી લેવા તેને બાફવાની જરૂર નથી અત્યારે આ તાજા દાણા છે તો તે સરસ ચઢી જશે

4) કોથમીર,મરચાં અને આદું ને વાટી લેવું જો લસણ લેવું હોય તો એ પણ અત્યારે વાટવામાં જ ઉમેરી દેવાનું

5) રવૈયા ના નાકા કાપી તેના ૪ કાપા કરવા એજ રીતે મરચા ના નાકા અલગ કરી એને એક બાજુ કાપો કરવો એજ રીતે બધાં રવૈયા અને મરચાં ને કાપી લેવા


6) તેમાં ભરવા એક મસાલો તૈયાર કરવો જેમાં ૧/૨ ચ .ચણા નો લોટ ,૧ નાની ચમચી મરચું,૧ નાની ચમચી ધાણાજીરું,ચપટી ખાંડ,હળદર,મીઠું અને તેલ ભેગું કરવું

7) આ મસાલો રવૈયા અને મરચા માં ભરવો,વધારે દબાવીને નથી ભરવાનો

8) ટામેટાને છીણીથી છીણી લેવા

9) હવે સમારેલું શાક અને દાણા મિક્ષ કરી તેમાં પાણી નાખો

10 ) નોન સ્ટીક ની વાસણ માં તેલ ગરમ થવા મુકો

11) તેલ થાય એટલે તમાલપત્ર અને રાઈ નાખો

12) રાઈ તતડે એટલે જીરું, અજમો , અને સૂકું લાલ મરચું નાખો

13) હવે હળદર અને હિંગ નાખો

14) હવે વાટેલા કોથમીર મરચા ની પેસ્ટે નાખો અને ૨ મિનીટ સાંતળો (જો સુકું લસણ નાખવું હોય તો એ અત્યારે ૮-૧૦ કાળી વાટીને નાખવું )

15) હવે સૌથી પહેલા શાક નાખો અને ૨ મિનીટ સાંતળો

16) ૨ મિનીટ પછી કંદમૂળ નાખોઅને રવૈયા પણ અત્યારે નાખીને મિક્ષ કરી લો મરચા અત્યારે નથી નાખવાના

17) સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરી લો

18) શાક માં પાણી નથી નાખવાનું વાસણ ની ઉપર થાળી મૂકી તેમાં પાણી મૂકવાનું છે

19) ગેસ નો તાપ ધીમા થી મધ્યમ રાખવાનો છે અને દર ૩-૪ મીનીટે તેને હલાવતા રેહવું જેથી શાક ઉપર નીચે થઈ જાય અને સરસ રીતે ચઢી જાય

20) અડધો કલાક પછી કે કંદમૂળ ચઢી જાય પછી તેમા બાકીના મસાલા કરવા

21) લાલ મરચું ,ધાણાજીરું,ભરેલા મરચા અને રવૈયા ભરતા વધેલો મસાલો પણ અત્યારે એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્ષ કરી લો અને ઢાંકી દો

22) ૪-૫ મિનીટ પછી શાક મિક્ષ કરી લો અને હવે તેમાં છીણેલા ટામેટા નાખો

23) ખાંડ ઉમેરી દો તમારા ઘરના સ્વાદ પ્રમાણે અને જો લસણ નાખતા હોવ તો ખાંડ ઓછી કે ના નાખો તો પણ ચાલે

24) મિક્ષરમાં ૧/૨ -૧ કપ જેટલું પાણી નાખી આ પાણી શાક માં ઉમેરો (જેમાં કોથમીર મરચા વાટયા હતા)

25) સાથે મેથી મુઠીયા નો અધકચરો ભૂકો અને થોડા આખામુઠીયાપણ સાથે ઉમેરો અને બધું મિક્ષ કરી લો

26) ફરી થી ઢાંકીને ૧૦ મિનીટ રેહવા દો અને હવે ગેસ ધીમો કરી દો ધીરે ધીરે પાણી બધું શાકમાં શોષાઈ જશે અને મુઠીયા પોચા થઈ જશે

27) સમારેલી કોથમીર અને ગરમ મસાલો નાખી મિક્ષ કરી લઈએ.૫ મમિનીટ ચઢવા દો

28) શાક માં તેલ ઉપર આવેલું દેખાય એટલે ગેસ બંધ કરી દેવો

29) શાક ને ૧/૨ થી ૧ કલાક સીઝવા દેવુંપછી જ અને serve કરવું

30) હવે ઊંધિયું બનીને તૈયાર છે,તેને ગરમા ગરમ પુરી અને જલેબી સાથે પીરસો
