તવા પીઝા બનાવવાની રીત | Tawa Pizza in Just 10 Minutes

હેલ્લો ફ્રેન્ડઝ આજે આપણે બનાવીશું ઘરે બાળકો નો મનપસંદ પિઝ્ઝા, જે ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવવા માં વધારે સમય પણ નથી લાગતો. બીજું કે જો તમારી પાસે ઓવન નથી તો આ પિઝ્ઝા ગેસ પર પણ બનાવી શકો છો. તો ચાલો આપને તેને કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ.

સામગ્રી :

  1. ૧ નંગ સોફ્ટ પીઝા બેઝ
  2. ૩ ચમચી પીઝા સોસ
  3. ચીલી ફ્લેક્ષ
  4. ઓરેગાનો
  5. ૧ નાની ચમચી બટર
  6. ૧ ક્યુબ ચીઝ
  7. કેપ્સીકમ
  8. ડુંગળી(જો ખાતા હોવ તો)

રીત :

1) સૌથી પહેલા પીઝા બેસ પર બટર લગાવી દો

2) તેને નોન સ્ટીક ની તવી માં સેકી લો

3) બીજી બાજુ પણ બટર લગાવી દો

4) ૨-૩ મિનીટ પછી એક બાજુ થોડો કડક પિઝ્ઝા બેસ તૈયાર થાય એટલે એને ફેરવી દો, જો તમારે પિઝ્ઝા ને સોફ્ટ રાખવો હોય તો ૧ મીનિટ પછી બીજી બાજુ ફરાવી લો

5) હવે સેકાયેલા ભાગ ઉપર ૨-૩ ચમચી જેટલો પિઝ્ઝા સોસ લગાવી દો

6) સમારેલા કેપ્સીકમ મૂકી દો, ડુંગળી પણ અહી જ ઉમેરી સકાય

7) છીણેલું ચીઝ ઉમેરો

8) ચીલી ફ્લેક્ષ અને ઓરેગાનો એની ઉપર મૂકી દો,જો ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય

9) તેની ઉપર ઢાકન ઢાકી ને ધીમા ગેસ પર ૨ મિનીટ રહેવા દો જેથી ચીઝ થોડું ઓગળી જશે

10) તવા પિઝ્ઝા તૈયાર છે તેને plate માં લઇ લો

11) હવેઆ પિઝ્ઝા સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video