કૂકર મા ઉંધિયું બનાવવાની રીત | How to Make Undhiyu in Pressure Cooker

ઊંધિયું ઉતરાયણ માં ખવાતી સૌથી લોકપ્રિય ગુજરાતી વાનગી છે. આજેઆપણે એને એકદમ સરળ રીતે અને સ્વાદિષ્ટકુકર માં કેવી રીતે બનાવવું તે જોઈશું. આ ઊંધિયું કુકર માં બનાવવાથી તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સાથે જ ટેસ્ટી પણ ખૂબ જ બને છે તો ચાલો તેને બનાવવાની રીત પણ જોઈ લઇએ.

લીલી પેસ્ટ બનાવવા માટે :

  1. ૧/૨ વાટકી સમારેલી કોથમીર
  2. ૫-૬ લીલા મરચા
  3. ૧ નાનો ટુકડો આદું
  4. થોડું લીલું લસણ (જો ખાતા હોવ તો)

ઊંધિયું બનાવવા માટે જોઈતા શાકભાજી :

  1. 300 ગ્રામ મિક્ષ પાપડી
  2. ૪૦૦-૪૫૦ ગ્રામ મિક્ષ દાણા
  3. ૩૦૦ ગ્રામ રતાળુ, શક્કરીયા, સૂરણ અને બટાકા નું મિક્ષણ
  4. ૩ ચમચી તૈયાર કરેલી લીલી પેસ્ટ
  5. ૩ટામેટા
  6. ૨ રીંગણ
  7. ૫ નાના રવૈયા
  8. ૬ વઢવાની મરચા

રવૈયા ભરવા માટે :

  1. ૧ ચમચી બેસન
  2. ૧ નાની ચમચી ધાણાજીરું
  3. ૧/૨ ચમચી લાલ મરચું
  4. ચપટી હળદર
  5. ચપટી ગરમ મસાલો
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧/૨ ચમચી ખાંડ
  8. ૧/૪ ચમચી લીંબુ નો રસ
  9. ૧/૨ ચમચી તેલ
  10. ૧/૪ ચમચી તૈયાર કરેલી લીલી પેસ્ટ

ઊંધિયું બનાવવા માટે ની સામગ્રી :

  1. ૭-૮ ચમચી તેલ
  2. ૧/૨ચમચી રાઈ
  3. ૧ ચમચી અજમો
  4. ૨ ચમચી હળદર
  5. ૨ મોટી ચમચી ધાણાજીરું
  6. ૨ મોટી ચમચી લાલ મરચું
  7. ૨ નાની ચમચી ગરમ મસાલો
  8. ૨ નાની ચમચી કાશ્મીરી લાલ મરચું
  9. ૧ ૧/૨ ચમચી ખાંડ
  10. ૨ ચમચી મીઠી ચટણી
  11. સમારેલી કોથમીર

મુઠીયા બનાવવા માટે :

  1. ૧/૨ કપ સમારેલી મેથી ની ભાજી
  2. ૩/૪ કપ બેસન
  3. ૧ ચમચી લાલ મરચું
  4. ૧/૪ ચમચી હળદર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. થોડો ગરમ મસાલો
  7. ૧ ચમચી તલ
  8. ચપટી ખાવાનો સોડા
  9. ૧ ચમચી તૈયાર કરેલી લીલી પેસ્ટ
  10. ૧ ચમચી ખાંડ
  11. ૧/૨  ચમચી લીંબુ નો રસ
  12. ૧ ચમચી તેલ

રીત :

1) સૌથી પહેલા એક વાસણ માં બધા કંદમૂળ અને રીંગણ સમારી લો

2) રવૈયા ભરવા માટેનો મસાલો તૈયાર કરી તેમાંથી રવૈયા અને મરચા ને કાપા પાડી ભરી લેવા

3) મુઠીયા બનાવવા માટે ની બધી સામગ્રી ભેગી કરી તેને સરસ રીતે મિક્ષ કરી લેવું

4) આ રીતેએના નાના-નાના ગોળ મુઠીયા તૈયાર કરી લેવા

5) તેને મીડીયમ ગેસ પર ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધીતળવા

6) ઊંધિયું બનાવવા માટે મોટા કુકર માં તેલ ગરમ કરવા મુકવું

7) તેલ ગરમ થાય એટલે રાઈ અને અજમો ઉમેરી દો 

8) હવે એમાં હળદર અને તૈયાર કરેલી લીલી પેસ્ટ ઉમેરી ૨ મિનીટ સાતળી લો

9) લીલી પેસ્ટ સાતળી લીધા પછી જે ટામેટા લીધા હતા તેની પ્યુરી કરી ને એમાં ઉમેરવી

10) એને પણ ૨-૩ મિનીટ સાતળવી કે તેલ ઉપર આવે ત્યાં સુધી સાતળવું

11) આ રીતે થોડું તેલ ઉપર આવે એટલે તેમાં બધું સમારેલું શાક અને મીઠું ઉમેરી ૨ મિનીટ સાતળવું

12) ૨ મિનીટ પછી તેમાં મરચું અને ધાણાજીરું ઉમેરીશું અને ફરીથી ૨ મિનીટ સુધી સાતળી લઈશું

13) હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી કુકર ની બે સીટી થવા દઈશું

14) હવે કુકર ઠંડુ થાય એટલે કુકર ને ખોલી ને શાક ને હલાવી ને તેમાં રવૈયા, મરચા અને તૈયાર કરેલા મુઠીયા ઉમીરી દઈશું

15) હવે આની ઉપર ગરમ મસાલો ,કાશ્મીરી મરચું અને ખાંડ ઉમેરી દઈશું,અને ૨ ચમચી ગરમ તેલ ગરમ મસાલા અને મરચા ની ઉપર ઉમેરી ને મિક્ષ કરી લઈશું અને પછી થોડું પાણી ઉમેરી મિક્ષ કરી લઈશું અને ફરીથી ૧ સીટી કરી લઈશું  

16) હવે છેલ્લે સમારેલી કોથમીર અને મીઠી ચટનીઉમેરી ઊંધિયા ને સરસ રીતે મિક્ષ કરી લઈશું, ઊંધિયા ને ઢાંકી ને ૩૦ મિનીટ રહેવા દો તે પછી જ એને સર્વ કરો તો તે વધુ ટેસ્ટી લાગશે

17) હવે ઊંધિયું સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :

ઊંધિયું સીંગતેલ માં બનાવશો તો વધુ ટેસ્ટી લાગશે , મુઠીયા બનાવવા માં થોડો ઘઉં નો કકરો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકાય, અહી મીઠી ચટણી એટલે જે આપણે ખજુર અને આંબલી ની વાપરતા હોઈએ છીએ તે જ વાપરવાની છે. કુકર માં વધુ સીટી ના કરવી.આમાં તમે શાક તમે તમારા ઘર ની પસંદ પ્રમાણે લઈ શકો છો

Watch This Recipe on Video