શિયાળા માં ગરમા ગરમ સૂપપીવાની ખૂબજ મજા આવે છે તો આજે આપણે બધાનો ભાવતો ટામેટા નો સૂપ રેસ્ટોરન્ટ જેવો ઘરે કેવી રીતે બનાવવો તે જોઈશું
સામગ્રી :
- ૫૦૦ ગ્રામ – ટામેટા
- ૧ કપ – પાણી
- ૧ નાની ચમચી – મીઠું
- ૨ નાની ચમચી – બટર
- ૧-૧/૨ ચમચી – મેંદો
- ૨ ચમચી – ખાંડ
- ૧ નાની ચમચી – મરી પાવડર
- ક્રિમ
- તળેલી બ્રેડ (કૃટોન્સ )
રીત :
1) સૌથી પહેલા ટામેટા ના બે ટૂકડા કરી તેની સાથે થોડું મીઠું અને પાણી ઉમેરી કુકર માં એની ૨ સીટી કરી લેવી

2) ટામેટા સરસ બફાઈ જાય એટલે બ્લેન્ડર થી એને બ્લેન્ડ કરી ગાળી લેવું

3) કડાઈ માં બટર ગરમ કરવા મુકવું , થોડું ગરમ થાય એટલે તેમાં મેંદો સાતળવો

4) ૧ મિનીટ પછી ટામેટા ની પ્યુરી ઉમેરો સાથે મરી અને મીઠું ઉમેરો

5) એને મધ્યમ ગેસ પર ૪-૫ મિનીટ ઉકાળવા દો

6) હવે એમાં ખાંડ ઉમેરી સૂપ ને ૧૦ મિનીટ ઉકાળી લો

7) હવે સૂપને સર્વિંગ બાઉલ માં લઈ તેના પર ક્રિમ અને કૃટોન ઉમેરો,હવે આ સૂપ સર્વિંગ માટે તૈયાર છે
