આજેઆપણે માર્કેટ માં જે સીંગ ની વણેલી ચીક્કી મળતી હોય છે તેવી જ ચીક્કી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. ચીક્કી ને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે, તેને બનાવવા ગોળ નો પાયો બરાબર બનવો ખૂબ જ જરૂરી છે. જો પાયો બરાબર બને તો તેનું રીઝલ્ટ ખૂબ જ સરસ આવે છે.આ ચીક્કી નો ટેસ્ટતમને રાજકોટ ની ફેમસ જલારામ ની ચીક્કી જેવો આવશે,તો ચાલો આપણે તેને કેવી રીતે બનાવવી તે જોઈએ જેથી તેનું રીઝલ્ટ પરફેક્ટ આવે.
સામગ્રી :
- ૧ કપ ગોળ
- ૧ કપ સેકેલીસીંગ
રીત :
1) સૌથી પહેલા આપણે સીંગને શેકી લઈશું

2) હવે એક નોન સ્ટીક ની કે જાડા તળિયા વાળી કડાઈ માં ગોળ નો ભૂકો ઉમેરીશું અને તેને ધીમા થી મધ્યમ ગેસ પર હલાવતા રહીશું

3) આ રીતે એનોgolden કલર આવે ત્યાં સુધી અને થવા દઈશું

4) હવે એમાં શેકેલી સીંગ ઉમેરી ને મિક્ષ કરી દઈશું, સીંગઉમેરતી વખતે ગેસ ધીમો કરી દેવો (શેકેલી સીંગ ના એક ના બે કટકા કરી ને નાખવી)

5) બધું મિક્ષ થઇ જાય એટલે એને કિચન પ્લેટફોમપર પાથરી દેવું (પ્લેટફોર્મ પર, વેલન પર અનેવાટકી ની પાછળ ઘી કે તેલ લગાવી દેવું)

6) પહેલા એને વાટકી ની મદદ થી થોડું ફેલાવી દો અને દસ વીસ સેકંડ પછી વણવાનું શરુ કરો

7) આ રીતે જાડા વેલન થી ચીક્કી ને બને એટલી પાતળી વાણી લેવી

8) હવે એ ગરમ હોય ત્યારે જ એના પર કાપા પાડી દેવા જેથી જયારે તે ઠંડી થાય ત્યારે તેના સરસ ટૂકડા થઈ જાય.

9) હવે આ ચીક્કી તૈયાર છે તમે તેને ડબ્બા માં ભરી ને સ્ટોર કરી શકો છો

નોંધ :
સીંગ ને બરાબર શેકવી, ગોળ પોચો હોય તેવો લેવો જેથી તે જલ્દી ઓગળી જાય, ચીક્કી જયારે થોડી ગરમ હોય ત્યારે જ તેને વણવી જેથી તમારે જેટલી પાતળી વણવી હોય તેટલી વણી શકાય, ચીક્કી ને વણવા માટે બને તો જાડુ વેલન જ ઉપયોગ માં લેવું.