સુંઠ ગંઠોડા વાળી રાબ પીવાથી શરીર ને શિયાળા માં ગરમાવો મળે છે, શિયાળા માં વાઈરલ ઇન્ફેક્સન ની શક્યતા ખૂબ જ રહે છે, જો આવા આયુર્વેદિક ઘરગથ્થું ઉપચાર કરો છો તો તમને આ બધી તકલીફ માંથી તે રાહત અપાવે છે.
સામગ્રી :
- ૧/૨ ચમચી ઘી
- ૧ ચમચી ઘઉં નો કકરો લોટ
- ૧/૨ ચમચી ગંઠોડા નો પાવડર
- ૩/૪ ચમચી સુંઠ પાવડર
- ૧મોટી ચમચી ગોળ
- ૧ કપ પાણી
રીત :
1) સૌથી પહેલા એક વાસણ માં પાણી અને ગોળ ગરમ કરવા મુકો

2) બીજા એક વાસણ માં ઘી મૂકી ઘઉં નો લોટ બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકી લેવો

3) લોટ શેકાઈ જાય એટલે સુંઠ અને ગંઠોડા ઉમેરી દેવા

4) હવે એમાં ગોળ નું પાણી ઉમેરી મિક્ષ કરતા જાઓ અને ૫ મિનીટ ઉકાળી લો

5) એને ૫ મિનીટ સુધી ઉકાળી લો

6) હવે આ રાબ તૈયાર છે, એને એક વાટકા માં લઇ લઈશું.

નોંધ :
આ રાબ માં તમને તીખાસ જેટલી જોઈતી હોય તે પ્રમાણે તમે તેમાં સુંઠ અને ગંઠોડા ને ઉમેરી શકો છો.