સૂંઠ ની લાડુડી બનાવવાની રીત | Sunth ni Ladudi

શિયાળા માં સુંઠ ખૂબ જ ગુણકારી હોય છે, સુંઠ કફ અને સર્દી માટે ખૂબ જ ઉપયોગી છે તમે જો આ રીત ની લાડુડી નું શિયાળા માં સેવન કરો તો શરીર માં ગરમાવો રહે અને શરદી કે કફ માં બી રાહત મળે છે. તો ચાલો તેને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ.

સામગ્રી :

  1. ૪-૫ ચમચી ચોખું ઘી
  2. ૭૫ ગ્રામ સમારેલો ગોળ
  3. ૬૦ ગ્રામ સુંઠ પાવડર
  4. ૧ ચમચી હળદર

રીત :

1) સૌથી પહેલા એક વાસણ માં ઘી ગરમ કરવા માટે મૂકી દો

2) ઘી ગરમ થાય એટલે એમાં સમારેલો ગોળ ઉમેરો, ગોળ નો પાયો નથી કરવાનો ફક્ત ગોળ અને ઘી ને મિક્ષ જ કરવાનું છે

3) આ રીતે સરસ મિક્ષ થાય એટલે એમાં હળદર મિક્ષ કરીશું

4) હળદર મિક્ષ થઇ જાય એટલે થોડો થોડો સુંઠ પાવડર ઉમેરતા જવું અને મિક્ષ કરતા જવું

5) આ રીતે સરસ મિક્ષ થઇ જવું જોઈએ

6) નાના નાના આવા લાડુ બનાવી લેવા

7) હવે આ લાડુડી બનીને તૈયાર છે, તેને તમે ૧ મહિના સુધી ખાવાના ઉપયોગ માં લઇ શકો.

નોંધ :

તમને સુંઠ ની તીખાસ જેવી પસંદ હોય તે પ્રમાણે તમે ગોળ વધારે ઓછો લઇ શકો છો, આને રોજ સવારે સૌથી પહેલા ખાવો તો તેશરીર માટે ખૂબ જ લાભદાયક રહે છે.

Watch This Recipe on Video