ટેસ્ટી અને ફ્લેવરફૂલ બટાટાવડા બનાવવાની રીત || Batata Vada Recipe

આજે આપણે બનાવીશું ગુજરાતીઓ ના ફેવરીટ બટાટાવડા,આ લગભગ દરેક ને ખુબજ ભાવતા હોય છે અને જો એનું સ્ટફિંગ એકદમ ટેસ્ટી અને ફ્લેવરફૂલ હોય તો બટાટાવડાખાવાની ખુબજ મજા આવે તો આજે આપણે એવા જ ટેસ્ટી બટાટાવડા કેવી રીતે બનાવવા તે જોઈશું

લીલી પેસ્ટ બનાવવા માટે:

  1. ૨૫ ગ્રામ – કોથમીર
  2. ૮-૧૦ – લીલા મરચા
  3. નાનો ટુકડો આદું
  4. ૩-૪ કળી લસણ(જો એડ કરવું હોય તો )

માવો બનાવવા માટે:

  1. ૫૦૦ ગ્રામ – બાફેલા બટાટા
  2. ૨-૧/૨ મોટી ચમચી – બુરું ખાંડ
  3. ૨-૩ નાની ચમચી – લીંબુ નો રસ
  4. ૧ ચમચી – ધાણાજીરું
  5. ૧/૪ ચમચી – ગરમ મસાલો
  6. ૧ ચમચી – તેલ
  7. ૧/૪ ચમચી – હળદર
  8. ૧/૪ ચમચી – હિંગ
  9. દાડમ ના દાણા

ખીરું બનાવવા માટે:

  1. ૨૫૦ ગ્રામ – બેસન
  2. ૧/૪ નાની ચમચી – સોડા
  3. મીઠું
  4. પાણી(આશરે ૩૦૦-૩૨૦ મિલી )

રીત :  

1) સૌથી પહેલા મિક્ષ્સર માં કોથમીર ,મરચા અનર આદું ને ક્રશ કરી લો (જો લસણ એડ કરવું હોય તો આમાં જ કરી દેવું)

2) બેસન માં પાણી ,મીઠું અને સોડા એડ કરી મીડીયમ થીક ખીરું દો

3) બાફેલા બટાકા માં મીઠું, બુરું ખાંડ,ધાણાજીરું, અને ગરમ મસાલો ઉમેરો

4) એક વાસણ માં તેલ ગરમ મૂકી તેમાં હળદર, હિંગ, અને તૈયાર કરેલી લીલી પેસ્ટ ઉમેરી સાતળી લેવી

5) હવે આ તૈયાર પેસ્ટ બાફેલા બટાકા માં ઉમેરો સાથેજ થોડા દાડમ ના દાણા સમારેલી કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો

6) હવે આમાંથી આ રીતે મીડીયમ સાઈઝ ના ગોળા બનાવો

7) ગોળા ને તૈયાર કરેલા ખીર માં બોળી ટાળી લો

8) તેને મીડીયમ ગેસ પર આ રીતે ક્રીશ્પી થાય ત્યાં સુધી તળવા

9) હવે આ બટાટા વડા સર્વિંગ માટે તૈયાર છે એને તમે ચટણી કે કેચપ જોડે સર્વ કરી શકો છો

નોંધ :

બટાકા ને બને ત્યાં સુધી ૨-૩ કલાક પહેલા બાફી લેવા જેથી તેમાં પાણી નો ભાગ ના રહે.

Watch This Recipe on Video