આજે આપડે બનાવીશું એક પ્રખ્યાત વાનગી તુવેર ના ટોઠા જેટેસ્ટ માં એકદમ તીખી અને ચટાકેદાર હોય છે. ખાસકરીને શિયાળા માં આ વાનગી ખાવાનીખૂબ જ મજા આવતી હોય છે. તો ચાલો આપણે તેને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ.
સામગ્રી :
- ૨૦૦ ગ્રામ સુકી તુવેર
- ૩ ટામેટા
- ૭-૮ લીલા મરચા
- ૧/૨ કપ સમારેલી કોથમીર
- ૧ ૧/૨ ચમચી ધાણાજીરું
- ૨ ચમચી લાલ મરચું
- ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
- ૧ ૧/૨ ચમચી હળદર
- ૧ ૧/૨ ચમચી ગરમ મસાલો
- ૨ ચમચી લીંબુ નો રસ
- ૧ ચમચી રાઈ
- ૧/૨ ચમચી જીરું
- ૧ ચમચી હિંગ
- ૨-૩ ચમચી વાટેલા લીલા મરચા
- ૩ સમારેલા લીલા મરચા
- ૧ તમાલ પત્ર
- ૧ સુકું લાલ મરચું
- ૧ તજ
- ૧ કપ પાણી
- ૪-૫ ચમચી તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- સજાવટ માટે થોડાઝીણા સમારેલા ટામેટા, કોથમીર અને બેસન ની ઝીણી સેવ
રીત :
1) સૌથી પહેલા તુવેર ને ગરમ પાણી માં ૮-૧૦ કલાક માટે પલાળી દેવી, સવારેતેનું પાણી કાઢી ને ૨-૩ વાર ધોઈ લેવી અને કુકર માં મીઠું ઉમેરી ને એને બાફી લેવી એમાંથી ૩-૪ ચમચી બાફેલી તુવેર ને મિક્ષર માં ક્રસ કરી લો

2) કડાઈ માં તેલ ને ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે એમાં રાઈ,જીરું, તમાલપત્ર, સુકું મરચું, હળદર અને હિંગ ઉમેરો

3) હવે આમાં વાટેલા અને સમારેલા લીલા મરચા ઉમેરો (જો લસણ ખાતા હોવ તો તે પણ આની સાથે જ વાટી ને ઉમેરી દેવું)

4) હવે જેટામેટા લીધા છે તેને છીણી ને આમાં ઉમેરી દેવા સાથેજ મીઠું પણ ઉમેરી દેવું (જો ડુંગળી ખાતા હોવ તો તે પણ આની સાથે જ છીણી ને કે ઝીણી સમારીને ઉમેરી દેવી)

5) હવે આમાં મસાલા કરવા માટે ધાણાજીરું, બંને લાલ મરચા અને ગરમ મસાલો ઉમેરી ને સાતળી લઈશું

6) ૨-૩ ચમચી જેવું પાણી ઉમેરીશું જેથી મસાલા અને ટામેટા સરસ ચઢી જાય

7) આ રીતે તેલ ઉપર આવે ત્યારે તેમાં બાફેલી તુવેર તેમાં ઉમેરો અને ૧ કપ જેટલું પાણી પણ ઉમેરી દો

8) હવે જે તુવેર ક્રસ કરી ને રાખી હતી તે આમાં ઉમેરી લઈશું જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીશું

9) મધ્યમ ગેસ પર શાક ને હજુ ૮-૧૦ મિનીટ ચઢવા દઈશું

10) સમારેલી કોથમીર ઉમેરી ને મિક્ષ કરી લઈશું

11) શાક માં તેલ ઉપર આવે એટલે લીંબુ નો રસ ઉમેરી ગેસ બંધ કરી દેવો અને શાક ને ઢાંકી ને ૧૦-૧૫ મિનીટ રહેવા દઈશું

12) હવે તેના ગાર્નીશિંગ માટે સમારેલા ટામેટા, કોથમીર અને ઝીણી સેવ ઉમેરીશું ,તુવેર ના ટોઠા સર્વિંગ માટે તૈયાર છે તેને તમે બ્રેડ કે બાજરી ના રોટલાસાથે સર્વ કરી શકો છો

નોંધ:
ટોઠા માટે તુવેર સરસ બફાઈ ગયેલી હોવી જોઈએ ,અને આ શાક સૂકી તુવેર માંથી જ બંનાવવું તો ટેસ્ટી લાગશે