આજે આપણે બનાવીશું ખજૂર નું મિલ્કશેક,આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે જ એને બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ
સામગ્રી :
- ૨૫૦ મિલી – ફૂલ ફેટ નું દૂધ
- ૧/૨ક્પ – બીયા વગરની સમારેલી ખજૂર
- ૧મોટી ચમચી – ફ્રેશ મલાઈ
- ૩-૪ – બરફ ના ટૂકડા
- થોડી સમારેલી ખજૂર સજાવટ માટે
રીત :
1) સૌથી પહેલા ૧૫૦ મિલી દૂધ ને નવશેકું ગરમ કરવું બાકીનું દૂધ એકદમ ઠંડુ કરી લેવું

2) દૂધ ગરમ થાય એટલે સમારેલી ખજૂર તેમાં ઉમેરવી અને ઢાંકીને ૧ કલાક રહેવા દેવું

3) હવે મીક્ષર નું મોટું જાર લઈ તેમાં પલાળેલી ખજૂર ની સાથે બાકીની બધી સામગ્રી ઉમેરી દેવી અને ચર્ન કરી લેવું

4) એને એક સર્વિંગ ગ્લાસ માં લઈ ઉપરથી સમારેલી ખજૂર મુકો,તો હવે આ ખજુર મિલ્કશેક સર્વિંગ માટે તૈયાર છે

નોધ :
ખજૂર બને ત્યાં સુધી જેટલી પોચી હશે તેટલું મિલ્કશેક સરસ બનશે ,ખજૂર ની મીઠાશ નેચરલ હોય એટલે ખાંડ ઉમેરી નથી તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય .