ફ્લેવરફૂલ પંજાબી ગરમ મસાલો બનાવવાની રીત / Punjabi Garam Masala Recipe

આજે આપણે બનાવીશું પંજાબી ગરમ મસાલો ,ઘરનો બનાવેલો મસાલો બજાર કરતા સસ્તો અને ચોખ્ખો બંને છે અને એ ખુબજ સરળ રીતે ઘરે તૈયાર થઈ જાય છે આ મસાલાને તમે દરેક પંજાબી સબ્જી બનાવવામાં વાપરી શકો છો

સામગ્રી :

  1. ૧ચમચી – સૂકા ધાણા
  2. ૨ ચમચી – જીરું
  3. ૧ – મોટી ઈલાઈચી
  4. ૨ – લીલી ઇલાઈચી
  5. ૧ નાની ચમચી – કાળા મરી
  6. ૧૦-૧૨ – લવિંગ
  7. ૧૦-૧૨- સૂકા લાલ મરચા
  8. ૨ નાના ટૂકડા – તજ
  9. ૧/૪ ચમચી – હળદર
  10. ૧/૪ ચમચી – મીઠું
  11. ૧/૨ ચમચી – કાશ્મીરી લાલ મરચું
  12. ૧ નાની ચમચી – લસણ પાવડર (જો ખાતા હોવ તો )
  13. ૧ નાની ચમચી – ડુંગળી નો પાવડર (જો ખાતા હોવ તો )

રીત :

1) એક નોન સ્ટીક ની કડાઈ માં સૂકા ધાણાને થોડો કલર બદલાય ત્યાં સુધી શેકી લો

2) જીરાને ધીમા ગેસ પર કલર બદલાય ત્યાં સુધી શેકી લો

3) બાકી ના બધા ખડા મસાલાને ૨ મિનીટ શેકો

4) હવે તેમાં સૂકા લાલ મરચા એડ કરો અને ૧ મિનીટ શેકી લો

5) બધું ઠંડુ થવા દો

6) મિક્ષર નું નાનું જાર લઈ મસાલાને દળી લો

7) તેમાં હળદર, મીઠું અને લાલ મરચું ઉમેરી ફરી થી મિક્ષ કરી લો

8) હવે એને ચાળી લો

9) પંજાબી ગરમ મસાલો તૈયાર છે

નોંધ :

મસાલા નો કલર બદલાય એટલા જ શેકવા ,આને તમે ડબ્બામાં ભરીને ૩-૪ મહિના સુધી સ્ટોર કરી શકો છો,જોલસણ –ડુંગળી નો પાવડર એડ કરવો હોય તો છેલ્લે એડ કરી મિક્ષ કરી લેવું 

Watch This Recipe on Video