સીંગ પાક બનાવવાની રીત | Peanut Burfi

આજે આપણે બનાવીશું ઉપવાસ માં ખાઈ શકાય તેવી રેસીપી “સીંગ પાક “.તેને બનાવવો ખૂબ સરળ છે આ મેથડ માં તમારે કોઈ તારની ચાસણી બનાવવાની જરૂર નહી પડે અને આ ખાવામાં ખુબ જ પોચો છે તો ઘરમાં જો વૃધ્ધ વ્યક્તિ હોય તો એ પણ આ ખાઈ શકશે

સામગ્રી :

  1. પોણોકપ- ખાંડ(૧૬૦ ગ્રામ)
  2. ૧ કપ – શેકેલી સીંગ નો ભૂકો
  3. ૧ નાની ચમચી – ઘી
  4. પાણી(૧/૨ કપ જેટલું )

રીત :  

1) એક કડાઈ માં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરવા મુકો

2) આ રીતે ચમચી પર ચાસણી નું પાતળું કોટિંગ થાય એટલે ગેસ ધીમો કરી દો

3) હવે તેમાં તૈયાર કરેલો સીંગ નો ભૂકો ઉમેરો અને મિક્ષ કરી લો

4) સરસ મિક્ષ થઈ જાય એટલે તેમાં ઘી એડ કરો ,આનાથી સીંગ પાક પોચો બનશે

5) ઘી લગાવેલી થાળીમાં તેને પાથરી દો એને સહેજ ઠરે એટલે કાપા પડી લેવા

6) હવે આપણો સીંગ પાક તૈયાર છે એને ડબ્બા માં ભરીને તમે ૧૫-૨૦ દિવસ માટે સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video