બજાર જેવો ટોમેટો કેચપ બનાવવાની રીત | Tomato Ketchup Recipe

આજે આપણે બનાવીશું નાના મોટા દરેક ને ભાવતો ટોમેટો કેચપ ,ઘણાં બધાં લોકો કેચપ તૈયાર લાવતાં હોય છે પણ એની ટામેટાની અને ખાંડની ક્વોલીટી કેવી હોય તેની આપણને ખબર નથી હોતી જયારે ઘરનો બનેલો કેચપ ચોખ્ખો અને બજાર કરતા સારો હોય છે તો ચાલો એને કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ

સામગ્રી :

  1. ૫૦૦ ગ્રામ – ટામેટા
  2. ૧/૨ કપ – ખાંડ
  3. ૨ – લવિંગ
  4. ૪-૫ – કાળા મરી
  5. ૧ – નાનો ટૂકડો તજ
  6. ૧/૨ નાની ચમચી – મીઠું
  7. ૧/૪ નાની ચમચી – લાલ મરચું
  8. ૨ નાની ચમચી – છીણેલું બીટ

રીત :  

1) ટામેટા ને ધોઇને સાફ કરી લો

2) તેના ટૂકડા કરી કૂકરમાં તેને એડ કરો

3) હવે એક કોટન નું કપડું લો તેમાં તજ ,લવિંગ અને કાળા મરી ની પોટલી બનાવી લો

4) આ પોટલીને ટામેટાની વચ્ચે મૂકો

5) હવે કૂકરનુંઢાંકણું બંધ કરી મીડીયમ ગેસ પર તેની ૩ સીટી કરી લો (પાણી એડ કરવાનું નથી )

6) કૂકર ઠંડુ થઈ જાય એટલે ખોલી તેમાંથી પોટલી કાઢી લો

7) હવે તેમાં બીટ છીણી લો

8) મિક્ષરમાં એને ચર્ન કરી લો

9) કાણાવાળા વાડકા થી તેને ગાળી લો

10) એક નોન સ્ટીક ની કડાઈમાં ટામેટાની પ્યુરી એડ કરો

11) તેમાં ખાંડ ઉમેરો

12) મીઠું અને લાલ મરચું ઉમેરો

13) મીડીયમ ગેસ પર ૧૫ મિનીટ ઉકાળી લો

14) ગેસ બંધ કરી ઠંડુ થવા દો

15) હવે આપણો ઘરનો બનાવેલો કેચપ તૈયાર છે

નોંધ :

ટામેટા બહુ ખાટ્ટા ના હોય તેવા લેવા ,જો વધારે પ્રમાણ માં બનાવવો હોય તો બજાર માં પ્રિઝરવેટીવ ના પેકેટ મળે છે તે એડ કરી શકાય,અને એ કેચપ એકદમ ઠંડો થાય ત્યારે એડ કરવું

Watch This Recipe on Video