પંજાબી મેથી મટર મલાઇની સબ્જી બનાવવાની રીત / Dhaba Style Methi Matar Malai

આજે આપણે બનાવીશું એક ફેમસ પંજાબી સબ્જી “મેથી મટર મલાઈ “આ સબ્જી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને આજે હું તમને એને રેસ્ટોરન્ટ જેવી ઘરે કેવી રીતે બનાવવી તે બતાવવાની છું

તો ચાલો એની રીત જોઈ લઈએ

સામગ્રી :

  1. ૪ મીડીયમ – ટામેટા(૨ ડુંગળી જો એડ કરવી હોય તો )
  2. ૮-૧૦ – કાજુ
  3. સમારેલી કોથમીર
  4. પોણો કપ – તાજા વટાણા
  5. ૨૫૦ ગ્રામ – મેથી ની ભાજી
  6. ૧/૨ મોટી ચમચી – ધાણાજીરું
  7. ૧ મોટી ચમચી – લાલ મરચું
  8. ૧ નાની ચમચી – હળદર
  9. ૧ નાની ચમચી – પંજાબી મસાલો
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૩ ચમચી – મલાઈ
  12. ૧/૨ ચમચી – દહીં
  13. ૧/૪ કપ – પાણી
  14. ૧ નાની ચમચી – ખાંડ
  15. ૧-૧/૨ મોટી ચમચી – તેલ
  16. ૧ ચમચી – ઘી
  17. ૧/૪ ચમચી – હિંગ
  18. ૧ ચમચી – વાટેલા મરચા
  19. ૧ ચમચી – લસણ(જો એડ કરવું હોય તો )

રીત :

1) સૌથી પહેલા ટામેટા ,કોથમીર અને કાજુને ક્રશ કરી લો (ડુંગળી નાખવી હોય તો આમાં જ એડ કરો

2) વટાણાઅને મેથી ને ઉકળતા પાણી ૮-૧૦ મિનીટ બાફી લો

3) કડાઈ માં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ,હળદર અને મરચા એડ કરો (લસણ એડ કરવું હોય તો અત્યારે કરવું )

4) હવે એમાં ક્રશ કરેલા કોથમીર – ટામેટાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી મસાલા કરો

5) ૨-૩ મિનીટ પછી ગ્રેવીમાં તેલ ઉપર આવે એટલે મલાઈ અને દહીં મિક્ષ કરી ઉમેરો

6) મિક્ષ થઈ જાય એ પછી તેમાં બાફેલા વટાણા અને મેથી ઉમેરો

7) પાણી એડ કરી સબ્જી ને ચડવા દો

8) સમારેલી કોથમીર એડ કરો

9) ખાંડ એડ કરો (ઓછી વધતી કરી શકાય)

10) સબ્જીમાં આ રીતે તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દો

11) ગરમા ગરમ સબ્જીને નાન કે પરાઠા સાથે સર્વ કરો

નોંધ :

અત્યારે મેં ફ્રેશ વટાણા લીધા છે પણ ફ્રોજન લેવા હોય તો પણ લઈ શકાય ,આટલી સબ્જી ને બનતા આશરે ૨૦ મિનીટ જેવું લાગશે

Watch This Recipe on Video