રેસ્ટૌરન્ટ જેવા સેવ રોલ હવે સરળતાથી ઘરે બનાવો | Sev Roll | Tasty & Crispy Sev Roll recipe

આજે આપણે બનાવીશું સેવ રોલ ,જેને હોટલ જેવા કે જેવા આપણે લગ્ન પ્રસંગ માં ખાઈએ છે તેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી ઘરે બનાવવા ખૂબ જ સરળ છે મારા ઘર માં તો આ બધાનાં ફેવરીટ છે જો તમારા ઘર માં પણ સેવ રોલ પસંદ હોય તો આ રીતે બનાવજો દરેક ને ખૂબ જ ભાવશે

સામગ્રી :

  1. ૩૦૦ ગ્રામ – બાફેલા બટાટા
  2. ૧ – પાંવ(૨ – બ્રેડ)
  3. ૧ ચમચી – ધાણા જીરું
  4. ચપટી હળદર
  5. ૧/૨ ચમચી – ગરમ મસાલો
  6. ૧/૨ ચમચી – આમચૂર પાવડર
  7. ૧ ચમચી – વાટેલા મરચા
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. સમારેલી કોથમીર
  10. ૨ ચમચી – મેંદો
  11. પાણી
  12. તેલ
  13. વર્મીસેલી

રીત :

1) બાફેલા બટાટા માં બધા મસાલા અને પાંવ ને મિક્ષર માં ક્રશ કરી એડ કરો

2) તેમાંથી એક સાઈઝના ગોળા જેવું બનાવી લો (અત્યારે કોઈ ચોક્કસ શેપ આપવાની જરૂર નથી )

3) મેંદા માં મીઠું અને થોડું પાણી ઉમેરી પાતળી સ્લરી બનાવી લો

4) તૈયાર ગોળા ને મેંદાની સ્લરી માં ડીપ કરી વર્મીસેલી થી એનું કોટિંગ કરી લો (વર્મીસેલીનો હાથ થી થોડો ભૂકો કરી લેવો )

5) તેલ સરસ ગરમ થઈ જાય એટલે સેવ રોલ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

6) ગરમા ગરમ સેવ રોલ ને કેચપ ની સાથે સર્વ કરો

નોંધ :

જે લોકો બટાટા ના ખાતા હોય બટાટા ને બદલે કાચા કેળા લઈ શકે,જે બ્રેડ કે પાંવ ના ખાતા હોય એ આટલા માપ માં ૧/૨ કપ જેટલા પૌવા દળીને એડ કરી શકે

Watch This Recipe on Video