આજે આપણે બનાવીશું ગુજરાતીઓ ના ફેવરીટ મુઠીયા ,આજે આપણે મેથી ના મુઠીયા બનાવીશું આજે જે મેથડ થી આપણે મુઠીયા બનાવાના છીએ તેનાથી મુઠીયા ઠંડા થયા પછી પણ ખાવા માં પોચા અને ટેસ્ટી લાગશે મુઠીયા ને તમે ચા ,કોફી કેચટણી ની સાથે સવાર કે સાંજ ના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્ષ માં પણ આપી શકો છો
સામગ્રી :
- ૨ કપ – ઘઉંનો કરકરો લોટ
- ૧/૨ કપ – રોટલી નો લોટ
- ૧/૨ ચમચી – અજમો
- ૧/૨ ચમચી – હળદર
- ૨ ચમચી – લાલ મરચું
- ૧-૧/૨ ચમચી – વાટેલા મરચા
- ૧-૧/૪ કપ – સમારેલી મેથી ની ભાજી
- ૩ ચમચી – દહીં
- ૨ ચમચી – ખાંડ
- ૧/૪ ચમચી – સોડા
- ૪ ચમચી – તેલ
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી
વધાર માટે ની સામગ્રી :
- ૧ ચમચી – રાઈ
- ચપટી – જીરું
- ૧/૨ ચમચી – તલ
- ૧/૪ ચમચી – હિંગ
- ૩-૪ ચમચી તેલ
રીત :
1) બંને લોટ ભેગા કરી તેમાં બધાં મસાલા અને તેલ ઉમેરી મિક્ષ કરી લો

2) હવે તેમાં દહીં અને મેથી ની ભાજી ઉમેરી મિક્ષ કરો (ભાજી ને સરસ ધોઈ નીતારીને નાખવી)

3) થોડું થોડું પાણી એડ કરતા જઈ પરોઠા કરતા સહેજ ઢીલો લોટ રાખો

4) હાથમાં થોડું તેલ લગાવી મુઠીયા બનાવો સાથે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકી દો

5) પાણીમાં વરાળ આવવા લાગે એટલે મુઠીયા તેમાં મુકો

6) હવે એને મીડીયમ ગેસ પર ૨૦-૨૨ મિનીટ માટે બાફી લો

7) ૧૦ મિનીટ ઠંડા થવા દો પછી એને કટ કરો

8) વધાર માટે તેલ ગરમ કરવા મુકો

9) તેમાં રાઈ ,જીરું, તલ અને હિંગ એડ કરો

10) મુઠીયા ઉમેરી ૫-૭ મિનીટ માટે સરસ મિક્ષ કરી લો

11) સર્વિંગ પ્લેટ માં લઈ દહીં કે ચટણી સાથે સર્વ કરો

નોંધ :
મુઠીયા પોચા બનાવવા મોવણ સરખું એડ કરવું ,એનો લોટ ઢીલો રાખવો ,પાણી ઉકળવા નું શરુ થાય પછી મુઠીયા બાફવા માટે મુકવા અને મુઠીયાનો સ્ટીમીન્ગ ટાઈમ ખાસ દયાન રાખવો જો વધારે બફાય તો પણ મુઠીયા હાર્ડ થઈ જાય