આજે આપણે બનાવીશું ગુજરાતીઓ નો ફેવરીટ નાસ્તો ગાંઠિયા ,આજે આપણે ચંપાકલી ગાંઠિયા બનાવીશું જેને ઘણી જગ્યાએ ચકલી ગાંઠિયા પણ કહે છે એને બહાર જેવા જ પોચા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
- ૧૫૦ ગ્રામ – બેસન
- પોણી ચમચી – પાપડિયો ખારો
- ૧/૪ ચમચી – અજમો
- ૨-૧/૨ ચમચી – તેલ
- મીઠું
- પાણી
રીત :
1) સૌથી પહેલા એક તવી માં પાપડિયો ખારો ૧૦-૧૫ સેકન્ડ માટે ધીમા ગેસ પર શેકી લો ગેસ બંધ કરી તેમાં મીઠું મિક્ષ કરી લો

2) એક મોટા વાસણમાં બેસન ને ચાળીને લઈ લો તેમાં શેકેલા ખારાનું મિશ્રણ અને તેલ ઉમેરી મિક્ષ કરી લો

3) પાણી ઉમેરતા જઈ ઢીલો લોટ બાંધો

4) તેમાં અજમો ઉમેરી લોટને ૫ મિનીટ સુધી ફીણતા રહો

5) તેલ ની કડાઈ પર ગાંઠિયા નો ઝારો મૂકી આ રીતે ગાંઠિયા પાડો

6) મીડીયમ ગેસ પર તેને તળી લો

7) ગાંઠિયા બની ને તૈયાર છે તેને સવાર કે સાંજ ના નાસ્તા માં ચા ,કોફી કે દૂધ સાથે સર્વ કરો

નોંધ :
ગાંઠીયા બનાવવા બેસન જ વાપરવું , લોટ ને જેટલો વધુ મસળીએ તેટલા ગાંઠિયા વધુ સોફ્ટ થશે.