રેસ્ટૌરન્ટ જેવી પાલક પનીર ની સબ્જી ઘરે બનાવવાની રીત / Tasty Palak Paneer Recipe

આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવી પાલક પનીર ની સબ્જી .આ સબ્જીને બહાર જેવી જ ઘરે બનાવવી ખુબ જ સરળ છે અને આપણા ઘરમાં જે વસ્તુ હાજર માં હોય એના થી જ આ સબ્જી બની જાય છે અને એને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે તો ચાલો એને બનાવવાની રીત પણ જોઈ લઈએ

સામગ્રી :

  1. ૩૦૦ ગ્રામ – પાલક
  2. ૨૦૦ ગ્રામ – પનીર
  3. ૨ ચમચી – મલાઈ
  4. ૧/૨ ચમચી – દહીં
  5. ૨ ચમચી – તેલ
  6. ૧ ચમચી – ઘી
  7. ૧ – તમાલપત્ર
  8. ૨ – લવિંગ
  9. ૪ – કાળા મરી
  10. ૧/૨ ચમચી – હળદર
  11. ૧ ચમચી – લાલ મરચું
  12. ૧ ચમચી – કાશ્મીરી લાલ મરચું
  13. ૨ ચમચી – ધાણાજીરું
  14. ૧ ચમચી – પંજાબી ગરમ મસાલો
  15. ૩ – છીણેલા ટામેટા (૨ ડુંગળી સાથે લેવી જો એડ કરવી હોય તો )
  16. ૧/૨ ચમચી – જીરું
  17. ૧/૩ કપ – પાણી(આશરે)
  18. ૧/૪ ચમચી – હિંગ
  19. ૧ ચમચી – વાટેલા આદું મરચા (૧/૨ ચમચી લસણ જો એડ કરવું હોય તો )
  20. મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

1) એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી પાણી ગરમ થાય એટલે તેમાં પાલકને ૩-૪ મિનીટ માટે બ્લાંચ કરીલો છેલ્લે તેમાં થોડી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો ,તેને કાણાવાળા વાડકા માં કાઢી તેના પર ઠંડુ પાણી નાખો (આનાથીતેનીકુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે )

2) પાલક ઠંડી થઈ જાય એટલે તેને મિક્ષરમાં લઈ ક્રશ કરી લો (પાણી વગર )

3) કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ,તમાલપત્ર,મરી,લવિંગ,હળદર,વાટેલા આદું મરચા અને હિંગ ઉમેરો (લસણ એડ કરવું હોય તો અત્યારે કરવું )

4) તેમાં છીણેલા ટામેટા ,બંનેમરચું,મીઠું અને ધાણાજીરું એડ કરો (ડુંગળી ટામેટાની સાથેજ એડ કરવી જો કરવી હોય તો )

5) તેને ઢાંકીને મીડીયમ ગેસ પર ૨ મિનીટ ચડવા દો

6) આ રીતે તેલ ઉપર આવે એટલે કસૂરી મેથીને હાથથી મસળી ને તેમાં ઉમેરો અને મિક્ષ કરી લો

7) જે પાલક ને ક્રશ કરી હતી તે અનેથોડુંપાણીએડ કરી મિક્ષ કરી ફરી ઢાંકીને ચઢવા દો

8) એક વાડકામાં મલાઈ અને મોળું દહીં મિક્ષ કરો

9) પનીરને આ રીતે ચોરસ ટુકડાં માં કાપી શેલો ફ્રાય કરો

10) હવે સબ્જી માં મલાઈ અને દહીનું મિશ્રણ ,તળેલું પનીર ,સમારેલી કોથમીર અને ગરમ મસાલો ઉમેરો

11) થોડીવાર પછી તેમાં થોડું છીણેલું પનીર એડ કરો ,હવે ૧થી ૨  મિનીટ ચઢવા દો

12) આ રીતે તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દો

13) સબ્જીને સર્વિંગ બાઉલ માં લઈ તેના પર ક્રિમ ,તળેલું પનીર અને છીણેલું પનીર ઉમેરો

પનીર ને તળ્યા વગર કાચું પણ એડ કરી શકાય ,આટલી સબ્જી ને બનતા ૧૫-૧૭ મિનીટ નો સમય લાગશે.

Watch This Recipe on Video