ઘરે એકદમ સરસ પોચી ઇડલી બનાવવાની રીત / Soft and Spongy Idli Recipe

આજે આપણે જોઈશું રેસ્ટોરન્ટ જેવી સોફ્ટ ઈડલી ઘરે કેવી રીતે બનાવવી ,આ ઈડલી બનાવવામાં આપણે સોડા કે ઈનો કશું જ એડ નથી કરવાના છતાં આ ઈડલી એકદમ સોફ્ટ બને છે એનું કારણ છે એનું બનાવેલું પરફેક્ટ ખીરું તો ચાલો સોફ્ટ ઈડલી બનાવવાની રીત જોઈ લઈએ

સામગ્રી :

  1. ૧ મોટો બાઉલ – ઈડલીનું ખીરું
  2. મીઠું
  3. તેલ

સર્વિંગ માટે :

  1. સાંભાર
  2. કોકોનટ ચટણી

રીત :

1) ઈડલી ના ખીરામાં મીઠું ઉમેરી મિક્ષ કરી લો

2) ખીરું આ રીતે થીક રાખવાનું છે (મેં પાણી એડ નથી કર્યુ આથો આવેલું જ ખીરું લીધું છે )

3) તેલ લગાવેલા ઈડલીના મોલ્ડમાં ખીરું ભરી દો (પોણું ભરવું )

4) ઢાકણ બંધ કરી મીડીયમ ગેસ ૧૦ મિનીટ માટે વરાળે બાફી લો

5) ઈડલી બફાઈને તૈયાર છે થાળીને બહાર લઈ લો

6) ૪-૫ મિનીટ પછી એને ચપ્પાની મદદ થી કાઢી લો

7) હવે આ સોફ્ટ ઈડલી સર્વિંગ માટે તૈયાર છે તેને સાંભાર અને કોકોનટ ચટણી ની સાથે સર્વ કરો

નોંધ :

ખીરું બનાવવા ૩ વાટકી ઈડલી ના ચોખા,૧ વાટકી અડદ ની દાળ,૧ ચમચી ચણા ની દાળ અને ૧ નાની ચમચી મેથી ના દાણા લેવા (દાળ અને ચોખા ને અલગ અલગ ૬-૭ કલાક પલાળી અલગ અલગ જ ક્રશ કરી પછી મિક્ષ કરી ૭-૮ કલાક ઢાંકીને આથો આવવા મુકવું ત્યાર બાદખીરું ઉપયોગમાં લેવું  )આ જ ખીરું તમે ઢોસા બનાવવા માટે પણ વાપરી શકો છો

Watch This Recipe on Video