આજે આપણે બનાવીશું શિવરાત્રી કે ફરાળ માં ખાઈ શકાય એવું એક શાક ,આજે શક્કરીયા – બટાટા નું શાક કેવી રીતે બનાવવું તે જોઈંએ,આ શાક ને તમે ફરાળી કે રાજગરાની ભાખરી કે પુરી સાથે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગે છે
સામગ્રી :
- ૨૦૦ ગ્રામ – મીડીયમ સાઈઝ ના બટાટા
- ૨૦૦ ગ્રામ – શક્કરીયા
- ૨ ચમચી – તેલ
- ૧/૨ ચમચી – જીરું
- ૧/૨ ચમચી – હળદર
- ૧ ચમચી – ધાણાજીરું
- ૧-૧/૨ ચમચી – લાલ મરચું
- મીઠો લીમડો
- મીઠું
- ૧ ચમચી – ગોળ નો ભૂકો
- સમારેલી કોથમીર
- ૧/૨ કપ – પાણી(આશરે)
- લીંબુ નો રસ
રીત :
1) શક્કરીયા અને બટાટા ને છોલીને સમારી લો

2) કુકરમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ,હળદર અને લીમડો એડ કરો

3) હવે એમાં શાક ઉમેરો અને એકવાર મિક્ષ કરી લો

4) તેમાં મરચું ,ધાણાજીરું અને મીઠું ઉમેરો અને મિક્ષ કરી ૧ મિનીટ સાતળી લો

5) પાણી ઉમેરી મિક્ષ કરો એમાં ગોળ નો ભૂકો એડ કરો

6) કુકરનું ઢાંકણું બંધ કરી મીડીયમ ગેસ પર ૩ સીટી કરી લો

7) કુકર ઠંડુ થઈ જાય એટલે એમાં થોડો લીંબુ નો રસ એડ કરો

8) શાકને એક બાઉલ માં લઈ સમારેલી કોથમીર એડ કરી સર્વ કરો
