મસાલા ઇડલી બનાવવાની સરળ રીત / Masala Idli Recipe / Kids Lunch Box Recipe

દરેક મમ્મીને રોજ એક જ સવાલ થતો હોય કે રોજ બાળકો ને એવું શું લંચ બોક્ષ માં બનાવીને આપું કે એ હેલ્ધી હોય અને સાથે જ બાળક બધું ખાઈ પણ લે તો આજે તમને થોડી મદદ થાય એવી રેસીપી હું લાવી છું આજે આપણે મસાલા ઈડલી બનાવીશું જે તમે બાળકોને લંચ બોક્ષ માં અને સાંજ ના નાસ્તામાં બનાવીને આપી શકશો

સામગ્રી :

  1. ૧ બાઉલ ઈડલી નું ખીરું
  2. મીઠું
  3. ૧ મોટી ચમચી તેલ
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ચપટી જીરુ
  6. સમારેલા મરચા
  7. લીમડો
  8. હિંગ
  9. થોડી હળદર
  10. ૧ ચમચી લાલ મરચું
  11. થોડો ગરમ મસાલો
  12. થોડું ધાણાજીરું
  13. સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા ઈડલી ના મોલ્ડને તેલ લગાવી દો,બાળકો ને મીની શેપ વધુ પસંદ હોય છે એટલે મેં મીની મોલ્ડ લીધું છે આ ના હોય તો રેગ્યુલર મોલ્ડ માં ઈડલી બનાવી કટ કરી લેવાની

2) ખીરું જે આથો આવીને તૈયાર થયું હોય એમાં મીઠું એડ કરો (સોડા એડ કરવાનો નથી )

3) ખીરાને મોલ્ડમાં ભરી દો

4) એને સ્ટીમર માં મૂકી ૧૦ મિનીટ સ્ટીમ થવા દો

5) ઈડલી સ્ટીમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

6) ઠંડી થઈ એટલે આ રીતે અનમોલ્ડ કરીલો(જો મોટી ઈડલી બનાવી હોય તો એક ઈડલી ના ૪ ટૂકડા કરી લો

7) કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ ,જીરું,મરચા,લીમડો,હિંગ અને હળદર એડ કરો (લસણ એડ કરવું હોય તો કરી શકાય )

8) ઈડલી એડ કરો અને તેલ માં મિક્ષ કરી લો

9) હવે એમાં મરચું ,ધાણાજીરું,અનેગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો (ગરમ મસાલા ના બદલે સાંભાર મસાલો પણ એડ કરી શકાય )

10) સમારેલી કોથમીર ઉમેરી મિક્ષ કરી લો

11) હવે આપણી મસાલા ઈડલી તૈયાર છે

Watch This Recipe on Video