આજેઆપણે બનાવીશું બાળકો ને ભાવતી ટુટી ફ્રૂટી વાળી કેક. આ કેક બનાવવાની રીત ખૂબ જ સરળ છે, જે આપણા ઘર માં સામગ્રી હોય છે તેમાંથી જ આને તમે તૈયાર કરી શકો છો . તેને બનાવવા માં ઓવન ની પણ જરૂર નહી પડે કેમ કે તેને આપણે કુકર માં બનાવવા છીએ. આ રીત થી જેવી માર્કેટ માં કેકમળતી હોય છે તેવી જ આપણે તેને ઘરે પણ બનાવી શકિએ છે
કેક બનાવવા માટે જરૂરી સામગ્રી :
- ૧-૧/૨ કપ મેંદો
- ૧ કપ દલીલી ખાંડ
- ૧ કપ દહીં
- ૧/૨ કપ તેલ
- ૧-૧/૪ ચમચી બેકિંગ પાવડર
- ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
- ૧/૨ ચમચી મિક્ષ ફ્રુટ નું એસેન્સ
- ૧/૩ કપ મિક્ષ કલર ની ટુટી ફ્રૂટી
- ચપટી મીઠું
- ૧ કપ મીઠું(બેકિંગ માટે )
રીત :
1) સૌથી પહેલા કેક ટીન ને બટર કે તેલ લગાવી ગ્રીસ કરી લો અને તેમાં એક બટર પેપર પથારી દો

2) મેંદા ને ચાળી લો

3) એક મોટા બાઉલ માં દહીં, ખાંડ, બેકિંગ પાવડર, અનેબેકિંગ સોડા આ બધું મિક્ષ કરી ને ૫ મિનીટ રહેવા દો

4) હવે કુકર માં મીઠું પાથરી દો અને તેની ઉપર એક સ્ટીલ ની રીંગ અને એક ઢાકણું મૂકી કુકર ને ધીમા ગેસ પર પ્રિ-હિટ થવા મુકો

5) ટુટી ફ્રૂટી માં ૨ ચમચી જેટલો મેંદો મિક્ષ કરી લો(જે ચાળ્યો તેમાં થી લેવાનો )

6) દહીં વાળા મિશ્રણ માં એસ્સેન્સ, મીઠું અને તેલ ઉમેરી મિક્ષ કરી લો

7) જે મેંદો ચાળીને રાખ્યો છે તેનેદહીં વાળા મિશ્રણ માં ઉમેરી દો

8) આ બધું સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે તેમાં મિક્ષ કરેલું ટુટી ફ્રૂટી અને મેંદોનું મિશ્રણ ઉમેરી દો

9) તૈયાર કરેલા કેક ટીન માં આ મિશ્રણ ને લઇ લો અને કેક ટીન ને ૨-૩ વાર સહેજ થપ થપાવો. જેથીએર બબલ્સ ના રહે

10) કેક ટીન ને કુકર માં મૂકી ધીમા થી મધ્યમ તાપ પર ૫૦ મિનીટ બેક કરી લો (કુકર ની રીંગ રાખવાની પણ એની વ્હીસલ ને ઉપયોગ માં લેવાની નથી)

11) ૫૦ મિનીટ પછી કેક આ રીતે સરસ બેક થઇ જશે (ચાકુ થી કેક ને ચેક કરશો તો ચાકુ ક્લીન નીકળવું જોઈએ)

12) કેક એકદમ ઠંડી થઇ જાય એટલે એને કેક ટીન માંથી બહાર કાઢી બટર પેપર કાઢી લો અને તેને ચાકુ ની મદદ થી કટ કરી લો

13) હવે આ કેક સર્વિંગ માટે તૈયાર છે

નોંધ:
દહીં મીડીયમ અને રૂમ ટેમ્પરેચર નું લેવાનું. મીઠા ના બદલે રેતી નો પણ બેકિંગ કરવા માટે ઉપયોગ કરી શકો. જો મિક્ષ ફ્રુટ નું એસેસ્ન્સ ના હોય તો વેનીલા એસેન્સ નો પણ ઉપયોગ કરી શકો છે.૪૦-૪૫ મિનીટ પછી કેક ને ચેક કરી લેવી તેલ સ્મેલ વગરનું વાપરવું અને જો એના બદલે બટર લેવું હોય તો પણ લઈ શકાય .