ઘરે ટેસ્ટી અને મસાલેદાર દાબેલી બનાવવાની રીત / Street Style Dabeli Recipe

આજે આપણે બનાવીએ કચ્છી દાબેલી ,વડા પાંવ અને દાબેલી આજ કાલ બાળકો ને ખૂબ જ ભાવતા હોય છે તો જો તમે એને ઘરે બનાવીને આપશો તો વધારે હેલ્ધી અને ચોખ્ખું હોય છે તો ચાલો સરસ કચ્છી દાબેલી કેવીરીતે બનાવવી તે જોઈ લઈએ

સામગ્રી :  

  1. દાબેલી ના બન
  2. ૨ ચમચી દાબેલી નો મસાલો
  3. ૨ ચમચી ખજૂર આંબલી ની ચટણી
  4. ૩ બાફેલા બટાટા
  5. ૧ ચમચી પાણી
  6. મીઠું
  7. કોથમીર
  8. દાડમ ના દાણા
  9. મસાલા સીંગ
  10. બેસન ની સેવ
  11. ટોમેટો કેચપ
  12. ૧ ચમચી તેલ
  13. તેલ કે બટર(દાબેલી શેકવા )
  14. ડુંગળી (જો નાખવી હોય તો )
  15. લસણ ની ચટણી (જો નાખવી હોય તો )

રીત :

1)એક પેન માં તેલ ગરમ કરવા મુકો ,તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં દાબેલી નો મસાલો નાખી ૧ મિનીટ સાંતળી લો

2) તેમાં ખજૂર આંબલી ની ચટણી ઉમેરો અને ફરી સાંતળી લો

3) બધું સરસ મિક્ષ થઈ જાય એટલે બાફેલા બટાટાને મેસ કરી તેમાં ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો

4) પાણી ઉમેરી મિશ્રણ ને સરસ રીતે કણી ના રહે એમ મિક્ષ કરી લો

5) સમારેલી કોથમીર એડ કરો

6) આવું ગોળો વળે એવું થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો

7) બન ને કટ કરી ૨ ચમચી જેવું સ્ટફિંગ લગાવો (જો લસણ ની ચટણી એડ કરવી હોય તો પહેલા ચટણી લગાવી પછી સ્ટફિંગ લગાવો )

8) તેની ઉપર કેચપ, દાડમ ,સેવ,મસાલા સીંગ અને કોથમીર એડ કરો (જો ડુંગળી એડ કરવી હોય તો સમારીને અત્યારે એડ કરવી )

9) દાબેલી ને તેલ કે બટર મૂકી શેકી લો (કાચી સર્વ કરવી હોય તો પણ કરી શકાય )

10) દાબેલી સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video