આજે આપણે બનાવીએ દાળ બાટી ,આ રાજસ્થાની ફૂડ અત્યારે લગભગ બધાને ભાવે છે અને આ બાટી ત્રણ રીતે બનાવી શકાય એક શેકીને ,બીજી તળી ને અને ત્રીજી પહેલા બાફીને અને પછી એને શેકીને બનાવાય છે જેને બાફલા બાટી કહે છે તો આજે આપણે આ બાફલા બાટી મહારાજ જેવી કેવી રીતે બનાવવી તે જોઈશું આ દાળ બાટી ખૂબ જ સરસ બને છે તો એકવાર જરૂર ટ્રાય કરજો
બાટી બનાવવા માટેની સામગ્રી :
- ૨ કપ ઘઉં નો લોટ
- ૧/૪ કપ સોજી
- મીઠું
- ચપટીસોડા
- ૧/૪ કપ તેલ
- ૧ ચમચી અજમો
- નવશેકું ગરમ પાણી (લોટ બાંધવા )
- વરીયાળી એડ કરવી હોય તો કરી શકાય
દાળ બનાવવા માટેની સામગ્રી :
- ૧/૨ કપ મગની મોગર દાળ
- ૨ ચમચી મગ ની ફોતરાવાળી દાળ
- ૨ ચમચી તુવેર ની દાળ
- ૨ ચમચી ચણા ની દાળ
- મીઠું
- હળદર
- ૨ કપ પાણી (આશરે)
વઘાર માટેની સામગ્રી :
- ૨ ચમચી ચોખ્ખું ઘી
- ૧/૨ ચમચી જીરું
- ૧/૪ ચમચી હિંગ
- ૨ ટામેટા
- ૨ લીલા મરચા
- ૬-૭ કળી લસણ (જો એડ કરવું હોય તો )
- ૨ ડુંગળી (જો એડ કરવી હોય તો )
લાલચટણીબનાવવા માટે :
- ૧૦-૧૨ સૂકા લાલ મરચા
- ૧ ટામેટું
- મીઠું
- ૭-૮ કળી લસણ (જો એડ કરવું હોય તો )
- ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
રીત :
1)સૌ પ્રથમ આપણે બાટી નો લોટ બાંધવા બધી સામગ્રી મિક્ષ કરી લઈશું

2) હવે નવશેકા ગરમ પાણી થી એનો પરોઠા થી સહેજ ઢીલો લોટ બાંધોઅને તેલ લઈ મસળી લો

3) લોટ ને ઢાંકીને ૨૦ મિનીટ માટે રહેવા દો

4) ફરી થી લોટ ને મસળો અને એમાં થી આવી બાટી બનાવો

5) બાટીને ઉકળતા પાણી માં ૧૨-૧૩ મિનીટ મીડીયમ ગેસ પર બાફી લો (પાણી માં સહેજ તેલ ઉમેરી દેવું )

6) બાટીથોડી કોરી થઈ જાય એટલે એને ઓવન માં ૨૨૦ ડિગ્રી પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો (મને ૨૦-૨૨ મિનીટ નો સમય લાગ્યો છે બેકિંગ માં )

7) બધી દાળ ભેગી કરી એને ધોઇને અડધો કલાક માટે પલાડી દેવી પછી એને કુકર માં એડ કરો સાથે પાણી ,મીઠું અને સહેજ હળદર ઉમેરી ૪-૫ સીટી કરી લો

8) વઘાર માટે ઘી ગરમ મુકો તેમાં જીરું ,મરચા,હળદર,હિંગ અને ટામેટા ઉમેરો (જેણે લસણ અને ડુંગળી એડ કરવું હોય તો લસણ-મરચા ની સાથે અને એ સંતળાય પછી ડુંગળીએડ કરો અને છેલ્લે ટામેટા એડ કરવા )

9) ટામેટા થોડા પોચા થાય એટલે વઘાર દાળ માં ઉમેરી દો

10) સમારેલી કોથમીર ઉમેરી મિક્ષ કરી ગેસ બંધ કરી દો (દાળ માં જરૂર લાગે તો થોડું પાણી ગરમ કરીને ઉમેરો )

11) ચટણી માટેની લાલ મરચા ને થોડી વાર ગરમ પાણીમાં પલાળી દો પછી પાણી નીતારીને મરચા ,ટામેટા અને મીઠું એડ કરી ક્રશ કરી લો (લસણ એડ કરવું હોય તો આમાં જ એડ કરવું )

12) તેલ સહેજ ગરમ થાય એટલે ક્રશ કરેલી પેસ્ટ એડ કરો તેમાં કાશ્મીરી મરચું એડ કરો

13) ટામેટા ચઢી જાય અને તેલ છુટ્ટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દો

14) હવે આ દાળ બાટી સર્વિંગ માટે તૈયાર છે અને ઘી અને લાલ ચટણી સાથે સર્વ કરો

નોંધ :
બાટી માટે રોટલી કરતા સહેજ જાડો લોટ લેવો ,બાટી ને પાણી માં નાખી એકવાર હલાવી લો જેથી તે નીચે ચોટી ના જાય