ઘરે સૂંઠ નો પાવડર બનાવવાની રીત / How to Make Dry Ginger Powder at Home

આજે આપણે જોઈશું ઘરે સૂંઠપાવડરબનાવવાની રીત ,ઘરે સૂંઠ પાવડર બનાવવો ખૂબ જ સરળ છે અને તે ખૂબ સ્ટ્રોંગ અને તીખો બને છે અને આ પાવડર માંથી ચા નો મસાલો કે શિયાળાના કોઈ વસાણાબનાવશો તે ખૂબ જ સરસ બને છે ઘર નો બનાવેલો સૂંઠ પાવડર બહાર કરતા સસ્તો અને ચોખ્ખો તૈયાર થાય છે તો તમે પણ હવે ઘરે જ સૂંઠ પાવડર બનાવજો

સામગ્રી :

૫ કિલો આદું

રીત :

1) સૂંઠપાવડરબનાવવા સરસ મોટું આદું પસંદ કરવું અને એને ધોઈને સાફ કરી લો ,અને આ રીતે સમારી લો

2) બધું આદું કોટનના કપડા પર પાથરી દો અને તાપમાં ૨-૩ દિવસ સૂકવી દો

3) આદું ને હાથ થી તૂટી જાય એવું સુક્વવાનું છે

4) હવે જયારે જરૂર હોય ત્યારે મિક્ષરમાં દળી લો

5) હવે આપણો ઘરનો બનાવેલો સૂંઠ પાવડર તૈયાર છે

નોંધ :

જો વધારે પ્રમાણ માં આદું સુક્વ્યું હોય તો માર્કેટ માં પારો મળે છે તેને માટીમાં મિક્ષ કરી થેપલી બનાવી એ થેપલી આદું માં મૂકી દેવી તો સુકાએલું  આદું આખું વર્ષ સારું રહેશે

Watch This Recipe on Video