અમૂલ જેવું કેસર ફ્લેવરનું દૂધ ઘરે બનાવવાની રીત / Amul Flavoured Milk Recipe

આજે આપણે જોઈશું અમુલ જેવું જ કેસર ફ્લેવર નું દૂધ ઘરે કેવી રીતે બનાવવું ,બાળકો અને મોટા દરેકને ફ્લેવરવાળું દૂધ ખૂબ જ ભાવતું હોય છે અને જો ગરમીમા સરસ ઠંડુ ઠંડુ ફ્લેવરવાળું મિલ્ક જો ઘરનું બનાવેલું ચોખ્ખું પીવા મળી જાય તો મજા પડી જાય ઘર નું બનાવેલું દૂધ હેલ્ધી અને હાઇજેનિક હોય છે તો ચાલો એની રીત પણ જોઈ લઈએ

સામગ્રી :

  1. ૫૦૦ મિલી ફૂલ ફેટ દૂધ
  2. ૨ ચમચી ખાંડ
  3. ૧/૨ ચમચી કોર્ન ફ્લોર
  4. ૧ મોટી ચમચી મિલ્ક પાવડર
  5. ૨-૩ ટીપા કેસર એસેન્સ
  6. ૪-૫ ટીપા પીળો કલર
  7. કેસર

રીત :

1) દૂધને ગાળીને ગરમ કરવા મુકો

2) ગરમ થાય એટલે તેમાં કેસર અને ખાંડ ઉમેરો

3) ૧૦ મિનીટ પછી તેમાં કોર્ન ફ્લોર અને મિલ્ક પાવડર પાણીમાં ઓગાળી એડ કરો

4) દૂધને મીડીયમ ગેસ પર ૧૦-૧૫ મિનીટ ઉકાળી લો (લગભગ ૪૦૦મિલિ જેટલું થઈ જશે )

5) દૂધને નીચે ઉતારી એકદમ ઠંડુ કરી લો

6) હવે એમાં કલર અને એસેન્સ ઉમેરી મિક્ષ કરી લો

7) દૂધને ગાળી લો,અને ફ્રિજમાં મૂકી સરસ ઠંડુ કરી લો

8) સર્વિંગ ગ્લાસમાં લઈ ઉપર થી કેસર એડ કરો

9) દૂધને ગ્લાસમાંઅથવા આ રીતે બોટલ માં ભરી સર્વ કરો

નોંધ :

જેમ અત્યારે આપણે કેસર ફ્લેવરનું દૂધ બનાયું એજ રીતે તમે દરેક ફ્લેવરનું દૂધ ઘરે બનાવી શકો છો ,દા.ત – રોઝફ્લેવરનું  બનાવવું છે તો દૂધ ઉકાળી ઠંડુ કરી તેમાં રેડ કલર અને રોઝ એસેન્સ એડ કરો ,આ જરીતે બદામ ,પીસ્તા,ઈલાઈચી,કોફી બધી ફ્લેવર તમે બનાવી શકો છો .

Watch This Recipe on Video