સાંજ ના નાસ્તા માં કે ડીનરમાંશું બનાવવું એ પ્રોબ્લમ દરેકના ત્યાં થતો હોય છે તો આજે હેલ્ધી વેજીટેબલ બ્રેડ પીઝા બનાવજો તમારા ઘરમાં બધાને આ ચોક્કસ પસંદ આવશે બાળકો શાક થી દુર ભાગતા હોય છે તો જો આ રીતે એમની ફેવરીટ રેસીપીમાં જો એડ કરીને આપશો તો એ હોશે હોશે ખાઈ લેશે અને આપણે બ્રેડ પણ ઘઉંની જ લીધી છે સાથે મેં પનીર પણ એડ કર્યુ છે કેમકે ચીઝ કરતા પનીર વધુ હેલ્ધી છે તો તમે પણ આ હેલ્ધી પીઝા બનાવીને જરૂર ટ્રાય કરજો
સામગ્રી :
- ૪-૫ ઘઉંની બ્રેડ
- પીઝા સોસ (જરૂર પ્રમાણે )
- મિક્ષ વેજીટેબલ (કોબીજ,ટામેટા,કેપ્સીકમ,સ્વીટકોર્ન)
- પનીર
- ચીઝ
- પેપ્રીકા
- ઓરેગાનો
- બટર
રીત :
1)બ્રેડ પર બટર લગાવીને એને નોન સ્ટીક પેન માં શેકવા મુકો

2) તેને ઢાંકીને ૧ -૨ મિનીટ શેકાવા દો

3) એક સાઈડ શેકાય એટલે બીજી બાજુ પણ બટર લગાવી શેકી લો

4) હવે તેના પર પીઝા સોસ લગાવો (લગભગ ૨ મોટી ચમચી જેટલો )

5) તેના પર સમારેલું શાક મુકો (મેં ડુંગળી નથી એડ કરી તમે ઈચ્છો તો એડ કરી શકો )

6) હવે છીણેલું પનીર અને ચીઝ ઉમેરો

7) તેના પર પેપ્રીકા અને ઓરેગાનો નાખો અને સરસ ક્રિસ્પી શેકી લો

નોંધ :
મેં પીઝા હેલ્ધી બને એ માટે ઘઉંની બ્રેડ લીધી છે એના બદલે મલ્ટીગ્રેન કે એ બે ના મળે તો રેગ્યુલર મેંદાની બ્રેડ લઈ શકાય ,વેજીટેબલતમારી ચોઈસ પ્રમાણે વત્તા ઓછા કરી શકો છો.