ગરમી ની શરુઆત થઈ ગઈ છે તો આજે સરસ એક હેલ્ધી મિલ્ક શેક બનાવીએ,બાળકોને જો તમે દૂધ પીવા માટે આપો કે ડ્રાય ફ્રૂટ ખાવા આપો તો આનાકાની કરશે પણ જો આવું કૈક હેલ્ધી ડ્રીન્કના રૂપમાં આપશો તો એમને ચોક્કસ પસંદ આવશે મારા ઘરમાં તો બાળકોને આ ખૂબ જ પસંદ છે તમે પણ હવે આવું હેલ્ધી મિલ્ક શેક બનાવીને બાળકોને આપજો પછી જોજો કેવું ફટાફટ એ દૂધ પી લે છે અને ફરી ચોક્કસ તમારી પાસે આ ફરી બનાવી આપવાની ડીમાન્ડ પણ કરશે આ એટલું ટેસ્ટી બને છે
સામગ્રી :
- ૫ અંજીર
- ૬-૭ કાજુ
- ૧ ચમચી ખાંડ
- ૩ બરફ ના ટૂકડા
- ૧ ગ્લાસ ફૂલ ફેટનું ઠંડુ દૂધ
રીત :
1)થોડું પાણી નવશેકું ગરમ કરીને કાજુ અને અંજીર એમાં અડધો કે એક કલાક માટે પલાળી દો જેથી અંજીર સરસ ચોખ્ખા અને પોચા થઈ જશે

2) હવે એક બ્લેન્ડર જારમાં બધી સામગ્રી અને અડધું દૂધ ઉમેરી દો

3) એને બ્લેન્ડ કરો

4) ૧ મિનીટ પછી બાકીનું દૂધ પણ ઉમેરી દો અને ફરી બ્લેન્ડ કરી લો

5) મેં બ્લેન્ડરને ૩ મિનીટ ફેરવ્યું છે મિલ્ક શેક બનીને તૈયાર છે

6) હવે એને એક સર્વિંગ ગ્લાસમાં લઈ લો

નોંધ :
ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે કે skip કરી શકો અને ખાંડને બદલે જો સાકર વાપરવી હોય તો એ પણ લઈ શકાય આને સરસ ઠંડુ કરીને સર્વ કરો પણ જો બાળકને ઠંડુ ના સદતું હોય તો રૂમ ટેમ્પરેચર વાળું પણ આપી શકો એ પણ ટેસ્ટી લાગે છે