કાચી કેરીની ખાટ્ટી મીઠી ચટણી બનાવવાની રીત / Aam ki Khatti Meethi Chutney

ઉનાળા ની સરુઆત થઇ ગઈ છે, સાથેજ કાચી કેરી પણ માર્કેટ માં મળતી થઇ ગઈ છે, તો આજે આપણે કાચી કેરી ની ખાટીમીઠી ચટણી કેવી રીતે બનાવવી તે જોઈશું. આ ચટણી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને આને તમે રોટલી પરોઠા કે થેપલા ની સાથે સર્વ કરી શકો છો. તેને બનાવી તમે ૮-૧૦ દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો.

સામગ્રી :  

  1. ૨ કાચી કેરી
  2. ૧૦૦ ગ્રામ કોથમીર
  3. ૪-૫ લીલા મરચા
  4. ૧/૨ ચમચી જીરું
  5. ૪-૫ ચમચી ગોળ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. પાણી જરૂર પ્રમાણે

રીત :

1)કેરી, મરચા અને કોથમીર ને ધોઈ ને સમારી લો, કેરી ને છોલી ને સમારવાની છે.

2) મિક્ષર જાર માં સૌથી પહેલા કેરી, મરચા, મીઠું અને જીરું ક્રસ કરી લો

3) હવે તેમાં કોથમીર, ગોળ અને થોડું પાણી ઉમેરો

4) ફરી થી તેને ક્રશ કરી લો

5) હવે આ ચટણી બનીને તૈયાર છે તેને એક બાઉલ માં લઇ લઈશું

નોંધ :

અત્યારે આપણે અહી દેશી કેરી વાપરી છે, જોતમને તોતા કેરી થી બનાવવું હોય તો તેનાથી પણ બનાવી શકો છો. ગોળ કેરી ની ખટાસ પ્રમાણે ઓછો કે વધુ થઇ શકે. જે લસણ ખાતા હોય તે ૬-૭ કાળી લસણ પણ આના પ્રમાણ માં લઇ શકે.

Watch This Recipe on Video