ઘરે સરસ પાઇનેપલનું સીરપ બનાવવાની રીત / Pineapple Syrup Recipe

આજે આપણે બનાવીશું હોમમેડ પાઇનેપલ સીરપ ,આ સીરપ બનાવવું ખૂબ જ સરળ છે અને અને તમે આને બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો આ સીરપ ઘરે બનાવેલું હોવા થી ચોખ્ખું તો છે જ સાથે આમાં થી બનાવેલું શરબત એટલું સરસ બને છે કે જેને પણ બનાવીને આપશો એ ચોક્કસ તમને કહેશે “once more”.

સામગ્રી :

  1. ૧ નંગ મોટું પાઈનેપલ(આશરે ૫૫૦ થી ૬૦૦ ગ્રામ )
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૧ લીંબુ
  4. ૧/૪ ચમચી મીઠું

રીત :

1)એક કુકરમાં પાઇનેપલના ટૂકડા ,ખાંડ અને પાણી મિક્ષ કરી કુકરની ૩ સીટી કરી લો

2) આ રીતે સરસ તે બફાઈ જશે હવે એને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી ગાળી લો

3) એક વાસણમાં લઈ એને મીડીયમ ગેસ પર ૧૦ મિનીટ ઉકાળી લો

4) સીરપ એકદમ ઠંડુ થાય એટલે એમાં લીંબુ નો રસ અને મીઠું એડ કરી મિક્ષ કરી લો

5) સીરપ બનીને તૈયાર છે આટલી કોન્ટીટી માંથી ૪૦૦મિલિ સીરપ બનશે

6) હવે શરબત બનાવવા માટે એક ગ્લાસમાં ૪ ચમચી સીરપ લો અને એમાં ઠંડુ પાણી ઉમેરી મિક્ષ કરી લો

7) હવે આપણુંહોમમેડ પાઇનેપલ સીરપ અને શરબત સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :

 ખાંડ પાઇનેપલની ખટાસ પ્રમાણે ઓછી વધતી કરી શકો, સીરપ ને કાચની બોટલ માં ભરીને બહાર ૧૫ દિવસ અને ફ્રીજમાં ૨-૩ મહિના સુધી સ્ટોર કરી શકો છો જયારે લીંબુ અને મીઠું એડ કરો ત્યારે સીરપ એકદમ ઠંડુ થયેલું હોવું જોઈએ

Watch This Recipe on Video