ગુજરાતી હોય કે નોન ગુજરાતી દરેક ને ગુજરાતી ખાટ્ટી મીઠી દાળ ખૂબ જ ભાવતી હોય છે અને એમાય રેસ્ટોરન્ટનીદાળનોતો સ્વાદ જકંઈક અલગ હોય છે તો જો એવી દાળ ઘરે રોજ ખાવા મળે તો કેવી મજા પડે તો આજે આપણે એવી રેસ્ટોરન્ટ જેવી દાળ ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું આ દાળ એટલી સરસ બને છે કે જો ઘરે મહેમાન આવવાનાં હોય અને ગુજરાતી મેનુમાં આ દાળ બનાવશો તો એ તમારા વખાણ કરતા નહી થાકે.
સામગ્રી :
- ૧/૨ કપ તુવેર દાળ
- ૨ ચમચી જેટલું નાનું સમારેલું સૂરણ
- ૧ ટામેટું
- ૧/૨ કપ ગોળ
- ૮-૧૦ સીંગદાણા
- ૧/૨ ચમચી સુકી મેથી
- ૧ સમારેલું મરચું
- ૧ ચમચી આદું મરચા ની પેસ્ટ
- ૧/૨ ચમચી રાઈ
- ૧ સુકું લાલ મરચું
- ૧/૨ ચમચી હળદર
- ૧ ચમચી ધાણાજીરું
- ૧/૪ ચમચી ગરમ મસાલો
- ૨ ચમચી આંબલી નો પલ્પ
- ૧/૪ ચમચી હિંગ
- ૨ કપ પાણી
- ૧-૧/૨ ચમચી તેલ
- મીઠો લીંબડો
- સમારેલી કોથમીર
- મીઠું
રીત :
1)દાળને ધોઈને અડધો કલાક પલાળીને રાખવી ત્યાર બાદ એમાં સૂરણ ,ટામેટું અને પાણી નાખી બાફી લેવી

2) એક બાઉલમાં મરચું ,ધાણાજીરું ,હળદર અને ૨ ચમચી જેટલું બાફેલી દાળનું પાણી નાખી મિક્ષ કરી લો

3) વઘાર માટે તેલ ગરમ મૂકી તેમાં રાઈ ,સુકું લાલ મરચું ,આદું – મરચાની પેસ્ટ અને હિંગ ઉમેરો

4) તૈયાર કરેલું મસાલાનું મિશ્રણ અને સમારેલું મરચું – કોથમીરઉમેરો અને ૧ મિનીટ સાંતળી લો

5) બાફેલી દાળનું પાણી આમાં ઉમેરો અને દાળ ને બ્લેન્ડ કરી લો

6) સીંગદાણા અને મેથી એડ કરો (એને ૧/૨ કલાક પલાળીને રાખવા )

7) આંબલીનો પલ્પ એડ કરો (૧/૨ કલાક ગરમ પાણી માં પલાળી પછી મસળી લેવી )

8) બ્લેન્ડ કરેલી દાળ, લીંબડો, મીઠુંઅને ગોળ ઉમેરો અને જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરો

9) દાળને મીડીયમ ગેસ પર ઉકાળો અને ૧૦ મિનીટ પછી ગરમ મસાલો એડ કરો

10) આટલી દાળને ૧૫ મિનીટ ઉકાળી છે

11) દાળ ૧૦-૧૫ મિનીટઠંડી થયા પછી આ રીતે થીક થશે અને કલર પણ થોડો ડાર્ક થશે

12) હવે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગુજરાતી દાળ તૈયાર છે

નોંધ :
દાળ ને ગરમ હોય ત્યારે તમારે જે થીક્નેસ જોઈતી હોય એના કરતા થોડી પાતળી રાખવી કેમકે આમાં સૂરણ, ટામેટું અને આંબલી એડ કરી છે એટલે એ ઠરે એટલે થીક થાય,આ દાળ ગરમ અને ઠંડી બંને રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે