આખું વર્ષ સ્ટોર કરી શકાય એવું બટાકાનું છીણ બનાવવાની રીત / Aloo Lachha Recipe

આજે આપણે બનાવીશું બટાટા નું છીણ જેને તમે બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને આને તમે ઉપવાસમાં ચેવડો બનાવવામાં  કે ફરાળી ભેળ બનાવવામાં ઉપયોગ માં લઈ શકો છો અને આને બનાવવામાં સમય પણ ખૂબ ઓછો લાગે છે

સામગ્રી :

  1. ૧ કિલો વેફરના બટાટા
  2. મીઠું
  3. ચપટી ફટકડી
  4. પાણી
  5. સીંગ દાણા
  6. લાલ મરચું
  7. બુરું ખાંડ
  8. તેલ તળવા માટે

રીત :

1)બટાટા ને છોલીને આ રીતે છીણી લો અને તરત પાણી માં નાખતા જાવ

2) ૨-૩ વાર છીણ ને ધોઈ કાણાવાળા વાડકામાં કાઢી લો

3) પાણી ઉકાળવા મુકો અને ઉકળે એટલે તેમાં મીઠું ,ફટકડી અને બટાટા નું છીણ નાખો

4) એને ૨-૩ મિનીટ બાફીને કાણાવાળા વાડકામાં કાઢી લો

5) કોટનના કપડા પર એને વેલણ ની મદદ થી ફેલાવી દો અને એને તાપમાં કે ઘરમાં સૂકવી લો

6) ૨ દિવસમાં આ સુકાઈ જશે

7) તેલ ગરમ મૂકી આને તળી લો

8) એમાં તળેલા સીંગ દાણા ,મરચું અને બુરું ખાંડ ઉમેરો અને બધું સરસ રીતે મિક્ષ કરી લો

9) હવે આપણું બટાટાનું છીણ સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video