હોમમેડ ટુટી ફ્રૂટી આઈસ્ક્રીમ બનાવવાની સરળ રીત / Eggless Tutti Frutti Ice Cream

આજે આપણે બનાવીશું હોમમેડ ટુટી ફ્રૂટી આઈસ્ક્રીમ ,આ ફ્લેવર બાળકો ને ખૂબ જ પસંદ હોય છે અને એને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે તો ચાલો ઘરે આ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ

સામગ્રી :

૧-૧/૨ કપ – નોન ડેરી હેવી ક્રિમ

૧/૨ કપ – કંડેન્સ મિલ્ક

૧/૨ નાની ચમચી – મિક્ષ ફ્રૂટ એસેન્સ

૪-૫ ટીપા – પીળો કલર

૧/૪ કપ – મિક્ષ કલર ટુટી ફ્રૂટી

રીત :

1)સૌથી પહેલા એક બાઉલ માં ક્રિમ લઈ લો (ક્રિમ એકદમ ઠંડુ હોવું જોઈએ )

2) એને હેન્ડ મિક્ષર થી સ્લો સ્પીડ પર વ્હીપ કરો

3) ૭-૮ મિનીટ પછી એમાં કંડેન્સ મિલ્ક ઉમેરો અને ફરી વ્હીપ કરો

4) ફૂડ કલર અને એસેન્સ એડ કરો

5) ટોટલ ૧૦ મિનીટ મેં આને વ્હીપ કર્યુ છે (સોફ્ટ પીક થાય ત્યાં સુધી )

6) છેલ્લે એમાં ટુટી ફ્રૂટી ઉમેરી ચમચા થી મિક્ષ કરી લો અને એક ડબ્બામાં ભરી દો

7) ઉપર બીજી થોડી ટુટી ફ્રૂટી એડ કરો અને ડબ્બાને ક્લીન રેપ થી કવર કરી એનું ઢાંકણું બંધ કરી દો ,ફ્રીઝર માં ૮-૧૦ કલાક સેટ થવા દો

8) આઈસ્ક્રીમ બનીને તૈયાર છે

9) હવે આ હોમમેડ ટુટી ફ્રૂટી આઈસ્ક્રીમ સર્વિંગ માટે તૈયાર છે, એને બાઉલમાં લઈ લઈએ.

Watch This Recipe on Video