કેરી નું ખાટ્ટ અથાણું બનાવવાની રીત / Mango Pickle Recipe

આજે આપણે બનાવીશું કેરી નું ખાટું અથાણું ,આ અથાણું ટેસ્ટ માં ખૂબ સરસ લાગતું હોય છે અને ખાવાની જોડે જો આવું ખાટું અને તીખું અથાણું હોય તો ખાવાની ખૂબ જ મજા આવે અને તમે આને ડીનર માં ઢેબરા કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો સાથે જ આપણે આ અથાણું બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકીએ છે તો ચાલો એની રીત જોઈ લઈએ

સામગ્રી :  

૫૦૦ ગ્રામ રાજાપુરી કેરી

૪૦ ગ્રામ રાઈ ના કુરીયા

૮૦ ગ્રામ મેથી ના કુરિયા

૧/૨ કપ કાશ્મીરી મરચું

૧/૪ કપ રેગ્યુલર મરચું

૧ ચમચી કાચી વરીયાળી

૧ ચમચી હળદર

૧ ચમચી હિંગ

૩ ચમચી + ૨૫૦ ગ્રામ તેલ

મીઠું (આશરે ૧ થી ૧-૧/૨ ચમચી )

રીત :

1)એક સ્ટીલ ના વાસણમાં બહાર ની સાઈડ રાઈ ના કુરીયા અંદર મેથી ના કુરિયા અને મેથી ના કુરિયા ની ઉપર હિંગ અને હળદર એડ કરો

2) ૩ ચમચી તેલ ને એકવાર સરસ ગરમ કરી લો પછી એ નવશેકું થાય એટલે એને હિંગ અને હળદર પર એડ કરી ઢાંકી દો

3) એને સરસ મિક્ષ કરી અને એકદમ ઠંડુ થવા દો

4) ઠંડુ થઈ જાય એટલે એમાં લાલ મરચું અને મીઠું એડ કરી સરસ મિક્ષ કરી લો

5) કેરી ને ધોઈ એના ટૂકડા કરી હળદર મીઠા માં નાખી એક દિવસ રહેવા દેવી પછી બીજા દિવસે કોટન ના કપડા પર ૨-૩ કલાક એની જાતે જ સુકાવા દેવી ત્યાર બાદ એ કેરી મસાલા માં એડ કરવી

6) કેરી અને મસાલો સરસ મિક્ષ થઈ જાય એટલે છેલ્લે એમાં વરીયાળી નાખો

7) તેલ ને એકદમ ગરમ કરી પછી ઠંડુ કરી લેવું

8) હવે અથાણાં ને એક સ્ટીલની તપેલી માં લઈ લો અને ઠંડુ થયેલું તેલ એમાં નાખી દો ,અથાણાંને રોજ એકવાર હલાવી લેવું જેથી બધું અથાણું ઉપર નીચે થઈ જાય અને કુરીયા સરસ ચઢી જાય

9) એક અઠવાડિયા પછી આ અથાણું બનીને તૈયાર થઈ જશે

10) હવે આ ખાટું અથાણું સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :

અથાણું બનાવવા રાજાપુરી કે વનરાજ કેરી લેવી એનું અથાણું વધારે સારું બને છે,તેલ તમે સરસીયું કે સીંગતેલ કોઈ પણ લઈ શકો છો મેં સીંગતેલ લીધું છે અને છેલ્લે જે એડ કરીએ એ તેલને એકદમ ગરમ કરી ઠંડુ થવા દેવું પછી જ અથાણાં માં એડ કરવું સહેજ પણ ગરમ તેલ આમાં નહી ચાલે અને કુરિયાનો મસાલો પણ ઠંડો થાય પછી જ મરચું નાખવું તો અથાણાંનો કલર સરસ લાલ આવશે ,કેરી ના ટૂકડા ને પંખા નીચે કે તાપ માં ના સૂકવવા અને અથાણાં ને કાચની બોટલ માં ભરી ફ્રિજ માં રાખવું તો એ આખું વર્ષ આવું ને આવું રહેશે

Watch This Recipe on Video