આજે આપણે બનાવીશું મેંગો ની એક ફેમસ રેસીપી “મેંગો મસ્તાની “,આ ટેસ્ટ માં એક ક્રીમી અને યમ્મી હોય છે સાથે બનાવવામાં ફક્ત ૨-૩ મિનીટ લાગે છે અને જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે અગાઉ થી બનાવીને પણ રાખી શકો છો એ એકદમ ચીલ્ડ ખૂબ સરસ લાગે છે તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
૧ કપ પાકી કેરી નો પલ્પ (પાણી નાખ્યા વગર )
૨ ચમચી વેનીલા આઈસ્ક્રીમ
૨ ચમચી મેંગો આઈસ્ક્રીમ
૩/૪ કપ ઠંડુ દૂધ
૨ ચમચી ખાંડ (સ્વાદ પ્રમાણે)
સર્વિંગ માટે :
મેંગો આઈસ્ક્રીમ
સમારેલી બદામ
સમારેલા પીસ્તા
સમારેલી કેરી
ટુટી ફ્રૂટી
રીત :
1) મિક્ષર ના મોટા જાર માં બધી વસ્તુ મિક્ષ કરી લો

2) હવે એને ૨ મિનીટ માટે બ્લેન્ડ કરી લો

3) એને એકવાર મિક્ષ કરી સર્વિંગ ગ્લાસ માં લઈ લો

4) હવે એના ઉપર મેંગો આઈસ્ક્રીમ મુકો અને ગાર્નીશિંગ માટે બદામ ,પીસ્તા ,ટુટી ફ્રૂટી અને કેરી ના ટૂકડા એડ કરો

5) હવે આ મેંગો મસ્તાની સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :
આને બનાવવા જો હાફૂસ કેરીનો ઉપયોગ કરશો તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને આને એકદમ ઠંડુ સર્વ કરવું, બે માંથી કોઈ એક આઈસ્ક્રીમ એડ કરવો હોય તો પણ ચાલે