કેરી નાના મોટા દરેક ને ખૂબ જ ભાવતી હોય તો અને જો ભાવતી વસ્તુ આખું વર્ષ ખાવા મળે તો કેટલી મજા પડે તો જેટલા પણ “mango lovers” છે એ બધા માટે ખૂબ જ ઉપયોગી રેસીપી હું લાવી છું આજે આપણે પાકી કેરી ને આખું વર્ષ સ્ટોર કેવી રીતે કરવી તે જોઈશું કેરી ને તમે બે રીતે સ્ટોર કરી શકો એક એના ટૂકડા કરીને એને બીજું એનો પલ્પ બનાવીને અને બંને નો ટેસ્ટ આખું વર્ષ સરસ રહે છે તો ચાલો એની રીત જોઈ લઈએ
સામગ્રી :
૧ કિલો પાકી કેરી (હાફૂસ કે કેસર )
૨ ચમચી દળેલી ખાંડ
રીત :
1) સૌથી પહેલા કેરી ને ધોઈને છોલી લો પછી એના મીડીયમ સાઈઝ ના ટૂકડા કરી લેવાના એના પર દળેલી ખાંડ એડ કરી મિક્ષ કરી લો

2) એને ડબ્બામાં ભરીને ફરી થોડી ખાંડ છાંટી દો અને ડબ્બો બંધ કરી ફ્રીઝર માં મૂકી દો

3) જો પલ્પ સ્ટોર કરવો હોય તો એ જ રીતે કેરી અને ખાંડ મિક્ષ કરી લો

4) હવે મિક્ષર માં પાણી એડ કર્યા વગર એનો પલ્પ બનાવી લો

5) આ રીતે થીક પલ્પ બનીને તૈયાર થશે

6) એને એક એરટાઈટ ડબ્બામાં ભરી ઉપર ક્લીન રેપ લગાવી દો પછી ડબ્બો બંધ કરી ફ્રીઝર માં મૂકી દો

7) આ મારો ગયા વર્ષનો કેરી નો પલ્પ છે જે કલર અને ટેસ્ટ માં હજુ પણ એકદમ સરસ છે

8) તો હવે બે માં થી જે પણ રીતે તમારે કેરી સ્ટોર કરવી હોય કરી શકો છો

નોંધ :
કેરી બે માંથી કોઈ પણ લઈ શકો પણ એ સરસ પાકેલી અને મીઠી હોવી જોઈએ ક્યારેય વધારે પાકેલી કેરી આખા વર્ષ માટે સ્ટોર કરવા માં ના લેવી એનો ટેસ્ટ સારો નથી લાગતો
ક્લીન રેપ થી ડબ્બો કવર કરવાથી એમાં બરફ ઓછો થાય છે