આજે આપણે બનાવીશું મેંગો કુલ્ફી ,આને બનાવવામાં આપણે બિલકુલ પણ ગેસ નો ઉપયોગ નથી કરવાનો એટલે દૂધ ઉકાળવું અને ઠંડુ કરવું એવી કોઈ પ્રોસેસ નથી આની તૈયારી માં ફક્ત ૫-૭ મિનીટ નો સમય લાગે છે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ હોય છે તો ચાલો એને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ
સામગ્રી :
૧ કપ પાકી કેરી નો પલ્પ
૧/૨ કપ કંડેન્સ મિલ્ક
૨ ચમચી ખાંડ
૨૫૦ ગ્રામ ફ્રેશ ક્રિમ
સમારેલી બદામ
પીસ્તા
કેસર
રીત :
1) સૌથી પહેલા કેરી નો પલ્પ બનાવી લેવાનો છે એમાં બિલકુલ પણ પાણી એડ કરવાનું નથી

2) હવે મિક્ષર જાર માં બદામ અને પીસ્તા સિવાય ની બધી વસ્તુ મિક્ષ કરી લો

3) આને ૨-૩ મિનીટ માટે બ્લેન્ડ કરવાનું છે

4) કુલ્ફી ના મોલ્ડ માં નીચે સમારેલી બદામ અને કેસર નાખો પછી કુલ્ફીનું મિશ્રણ અને ફરી થી ઉપર થોડી બદામ એડ કરો

5) ઢાંકણું બંધ કરી ફ્રીઝર માં ૭-૮ કલાક સેટ થવા મુકો (જો ઢાંકણું ના હોય તો એલ્યુમિનિયમ ફોઈલ થી પણ કવર કરી શકો

6) કુલ્ફી જામી જાય એટલે એને સહેજ વાર પાણી માં મુકીને કે હાથ મસળીને અનમોલ્ડ કરી લો

7) કુલ્ફી ને સર્વિંગ પ્લેટ માં લઈ એની ઉપર ગાર્નીશિંગ માટે સમારેલી બદામ અને પીસ્તા એડ કરો

નોંધ :
બદામ ને કુલ્ફી નું મિશ્રણ બનાવતી વખતે પણ એડ કરી શકો અને ના નાખવી હોય તો skip પણ કરી શકો છો ,જો તમારી પાસે પ્લાસ્ટિક નું કુલ્ફી મોલ્ડ હોય તો એ પણ ઉપયોગ માં લઈ શકાય અત્યારે જે માપ લીધું એમાં થી ૧૨ કુલ્ફી બનશે