આજે આપણે બનાવીશું એક ગુજરાતી રેસીપી જેનું નામ છે “રસીયા મુઠીયા “,આ મુઠીયા ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
સામગ્રી :
૧ કપ રાંધેલો ભાત
૧/૨ કપ બેસન
૨ ચમચી ઘઉં નો કરકરો લોટ
૩ ચમચી તેલ
૧ ચમચી વાટેલા મરચા
૧/૨ ચમચી હળદર
થોડી કોથમીર
મીઠું
લસણ ની પેસ્ટ (જો એડ કરવી હોય તો )
રસો બનાવવા :
૧ ચમચી તેલ
૧ કપ છાશ
૧ કપ પાણી
થોડી હળદર
થોડું લાલ મરચું
મીઠું
લસણ ની લાલ ચટણી (જો એડ કરવી હોય તો )
રીત :
1) સૌથી પહેલા એક વાસણ માં ભાત માં બધા મસાલા,તેલ અને લોટ એડ કરો

2) પાણી એડ કર્યા વગર આને મિક્ષ કરી લો

3) આ રીતે એના નાના નાના ગોળા બનાવી લો

4) એક બાઉલમાં છાશ ,પાણી અને મીઠું મિક્ષ કરી લો

5) તેલ ગરમ કરવા મુકો એ ગરમ થાય એટલે એમાં હળદર ,હિંગ અને લાલ મરચું એડ કરો (મેં લસણ ની ચટણી ના બદલે લાલ મરચું એડ કર્યુ છે જો તમે લસણ ખાતા હોવ તો તમારે ૧ ચમચી લસણ ની લાલ ચટણી એડ કરવી )

6) છાશ –પાણી નું મિશ્રણ એડ કરો અને ઉકળવા મુકો

7) ઉકળે એટલે એમાં બનાવેલા ગોળા એડ કરી દો એને ઢાંકીને ચઢવા દો

8) લગભગ ૧૫ મિનીટ પછી મુઠીયા ને આ રીતે ચમચી થી ભાગ કરી ચેક કરી લો એ સહેજ પણ કાચા કે ચીકણા ના હોવા જોઈએ આ મુઠીયા થઈ ગયા છે

9) એને સર્વિંગ પ્લેટ માં લઈ લો અને આ રીતે એને રસા સાથે સર્વ કરો અને ગાર્નીશિંગ માટે કોથમીર એડ કરો

નોંધ :
જો ભાત ના હોય અને ખીચડી વધી હોય તો એ પણ તમે આમાં વાપરી શકો ,મેં અત્યારે સોડા એડ નથી કર્યો તમારે જો એડ કરવો હોય તો લોટ બાંધવામાં એડ કરી દેવો અને આને ગરમા ગરમ સર્વ કરશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે ,છાશ વઘારતા પહેલા એમાં મીઠું એડ કરી દેવું જેથી તે વઘારતા ફાટી ના જાય