આજે આપણે બનાવીશું બાળકોની ફેવરીટ મેંગો ફ્રૂટી એ પણ હોમમેડ ,ઘરે ફ્રૂટી બનાવવી ખૂબ જ સરળ છે અને એ પણ એકદમ માર્કેટ માંથી લાવીએ છીએ એવી ઘર ની બનાવેલી ફ્રૂટી એસેન્સ કે પ્રીઝર્વેટીવ વગર ની હોય છે જે હેલ્થ માટે ઘણું સારું છે તો ચાલો આ હોમમેડ ફ્રૂટી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ
સામગ્રી :
૧ કપ પાકી કેરી નો પલ્પ
૧/૨ કપ ખાંડ
૪ કપ પાણી
૧/૪ નાની ચમચી લીંબુ ના ફૂલ અથવા લીંબુ નો રસ
રીત :
1) એક નોન સ્ટીક ની કડાઈ માં કેરી નો પલ્પ લઈ લો (પાણી નાખ્યા વગર જ કેરી ને ક્રશ કરી લેવાની છે

2) હવે એમાં પાણી,લેમ્બુ ના ફૂલ અને ખાંડ નાખી મિક્ષ કરી લો

3) નાની ઝરણી ની મદદ થી એને મિક્ષ કરી લો

4) ૧૫ મિનીટ એને મીડીયમ ગેસ પર ઉકળવા દો

5) હવે એ એકદમ ઠંડી થઈ જાય એટલે એને ગાળી લો

6) આ રીતની એની થીક્નેસ રહેશે જરૂર લાગે તો અડધો કપ પાણી એડ કરી શકો છો ,હવે આને ફ્રીજમાં મૂકી એકદમ ઠંડી કરી લો

7) આ ફ્રૂટી સર્વિંગ માટે તૈયાર છે એને એકદમ ઠંડી કરીને સર્વ કરો તો ખૂબ જ ટેસ્ટી લાગશે

નોંધ :
અત્યારે મેં હાફૂસ કેરી નો પલ્પ લીધો છે તમારે કેસર લેવી હોય તો પણ લઈ શકો છો અને લીંબુ ના ફૂલ ને બદલે લીંબુ નો રસ એડ કરવો હોય તો પણ કરી શકો ,આને તમે ફ્રીજમાં ૪-૫ દિવસ સ્ટોર કરી શકો