આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી દાળ ,આપણી ગુજરાતી દાળ ઘણી બધી જુદી જુદી ખટાશ વાપરીને બનાવાતી હોય છે જેમકે આંબલી ,આંબોળીયા ,કોકમ ,લીંબુ ,ટામેટા અને કાચી કેરી .તો આજે આપણે આ દાળ કાચી કેરી નો ઉપયોગ કરીને બનાવીશું ,કાચી કેરી થી બનાવેલી ગુજરાતી દાળ ટેસ્ટી તો બને જ છે સાથે દાળ ઘટ્ટ પણ બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ
સામગ્રી :
૧/૨ વાટકી તુવેર ની દાળ
૨ વાટકી જેટલું પાણી (દાળ બાફવા )
૧ કાચી કેરી
૧/૨ વાટકી ગોળ
૧ ચમચી ધાણાજીરું
૧ ચમચી લાલ મરચું
૧ નાની ચમચી હળદર
૨ લીલા મરચા
મીઠો લીંબડો
સીંગદાણા
મીઠું
વઘાર માટે :
૧-૧/૨ ચમચી તેલ
૧/૨ ચમચી રાઈ
થોડું જીરું
૧ સુકું લાલ મરચું
હિંગ
સુકી મેથી (ઓપ્શનલ )
રીત :
1) તુવેર ની દાળ ને ૨ વાર પાણીથી ધોઈ અડધો કલાક પલાળીને રાખો પછી કુકરમાં પાણી એડ કરી ૪ સીટી કરી બાફી લો

2) દાળ માં બધા મસાલા એડ કરીને એને મીડીયમ ગેસ પર ઉકળવા દો

3) તેલ ગરમ કરવા મુકો એમાં રાઈ ,જીરું ,સુકું મરચું અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરી લો

4) તૈયાર વઘાર દાળ માં એડ કરો અને સહેજ વાર માટે દાળને ઢાંકી દો

5) હવે આ કેરી માંથી બનાવેલી ગુજરાતી ખાટ્ટી મીઠી દાળ સર્વિંગ માટે તૈયાર છે

નોંધ :
અત્યારે મેં સુકી મેથી એડ નથી કરી તમારે કરવી હોય તો દાળ જયારે ઉકળવા મૂકીએ ત્યારે જ એડ કરી દેવી ,કેરી ની ખટાશ પ્રમાણે ગોળ વધતો ઓછો થઈ શકે