આજે હું તમને આપણા રૂટીન માં બનતી મગ ની દાળ એકદમ સરળ રીત થી બનાવતા શીખવાડવાની છું ,આજે આપણે આ દાળ ને કૂકર માં કેવી રીતે બનાવવી તે જોઈશું જેમાં તમારે દાળ ને પહેલા બાફ્વાની પણ જરૂર નથી અને ફક્ત ૧૦ મિનીટ માં આ મગ ની દાળ બનીને તૈયાર થઈ જશે અને એ પણ એકદમ સરસ છૂટી તો હવે તમારે બાળકોને સવારે લંચ બોક્ષ માં કે હસબન્ડને ટીફીન માં બનાવીને આપવી છે તો ફટાફટ બનાવીને આપી શકશો
સામગ્રી :
૧ કપ મગ ની મોગર દાળ
૧ કપ જેટલું પાણી
૨ ચમચી તેલ
૧/૨ ચમચી રાઈ
ચપટી જીરું
થોડી હિંગ
૧ ચમચી મરચું
૧/૪ ચમચી ધાણાજીરું
મીઠું
રીત :
1) મગ ની દાળ ને ૨-૩ વાર ધોઈ થોડી વાર પલાળીને રાખો

2) કૂકર માં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , જીરું ,હિંગ ,હળદર અને પાણી વગર મગ ની દાળ એડ કરો

3) તેમાં મસાલા કરી મિક્ષ કરી લો

4) હવે એમાં પાણી એડ કરો અને મીડીયમ ગેસ પર ૩ સીટી કરી લો

5) ૩ સીટી પછી આ રીતે દાળ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે ૫ મિનીટ પછી વરાળ થોડી ઓછી થાય એટલે એને એકવાર હલાવી લો

6) હવે આપણી મગ ની દાળ બનીને તૈયાર છે
