માર્કેટ જેવી ખસ્તા કચોરી બનાવો એકદમ સરળ રીતે / Kachori Recipe

આજે આપણે બનાવીશું બધાની મનપસંદ ખસ્તા કચોરી ,જેવી આપણે માર્કેટમાંથી લાવીએ છીએ એવી જ કચોરી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે એને એકદમ પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુનું દયાન રાખવું એ પણ હું તમને જણાવતી જઈશ જેથી તમારી કચોરી પણ એકદમ સરસ ફૂલેલી અને ક્રિસ્પી બને તો ચાલો એની રીત જોઈ લઈએ

સામગ્રી :

લોટ બાંધવા માટે :

૫૦૦ ગ્રામ મેંદો

૭૫-૮૦ ગ્રામ તેલ

૧ નાની ચમચી મીઠું

૧-૧/૪ કપ પાણી (આશરે )

સ્ટફિંગ બનાવવા માટે :

૧ કપ તળેલી મગ ની દાળ (નમકીનવાળી )

૧/૨ ચમચી વરીયાળી

૧ નાની ચમચી ધાણાજીરું

૧ ચમચી લાલ મરચું

ચપટી હળદર

૧/૪ ચમચી ગરમ મસાલો

૩-૪ ચમચી પાણી

રીત :

1) લોટ માં મીઠું અને તેલ મિક્ષ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ એનો પરોઠા કરતા થોડો ઢીલો લોટ બાંધી દો અને ઢાંકીને ૫ મિનીટ રહેવા દો

2) હવે સ્ટફિંગ બનાવવા માટે મિક્ષર માં મગ ની દાળ અને બધા મસાલા એડ કરી અધકચરું વાટી લો

3) એમાં થોડું પાણી એડ કરી મિક્ષ કરો જેથી એ એકદમ ડ્રાય ના રહે

4) કચોરી બનાવવા માટે એક જાડી પુરી વણો એમાં ૧ ચમચી જેટલું સ્ટફિંગ વચ્ચે મુકો અને કચોરી ને સરસ સીલ કરી દો

5) હવે હથેળી ની મદદ થી જ આને દબાવતા જાવ અને મોટી કરતા જાવ (જો આ રીતે નથી ફાવતું તો કચોરીને સીલ કરીને પછી તમે એને હલ્કા હાથે વેલણ થી વણી પણ શકો છો )

6) તેલ થોડું ગરમ થાય એટલે એમાં કચોરી એડ કરો અને એકદમ ધીમા ગેસ પર તળો

7) ૪-૫ મિનીટ પછી કચોરી એની જાતે ફૂલવા લાગે એટલે એને ફેરવી દો અને બીજી બાજુ તળો (આ રીતે દર ૩-૪ મીનીટે ફેરવતા રહેવું

8) સરસ આવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળો (આશરે ૧૦-૧૨ મિનીટ જેવો સમય લાગશે

9) કચોરીને તીખી ,મીઠી ચટણી ,મોળું દહીં અને બેસન ની સેવ સાથે સર્વ કરો

10) જો ચાટ ની જેમ સર્વ કરવી હોય તો કચોરીમાં કાણું પાડી ચટણી ,દહીં અને સેવ એડ કરી સર્વ કરો

નોંધ :

એનો લોટ વધારે ઢીલો ના થઈ જાય એનું દયાન રાખવું નહી તો કચોરી લાંબો ટાઇમ ક્રિસ્પી નહી રહે , એના સ્ટફિંગ ના પણ વધારે પાણી એડ નથી કરવાનું

Watch This Recipe on Video